Western Times News

Gujarati News

ખેડબ્રહ્માની યુવતિ ઓસ્ટ્રેલિયામાં પાયલટ બની

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માના પરોયા નવી ફળીમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા પોપટસિંહ સોમસિંહ ચૌહાણની દીકરી શ્વેતા એ પોતાનો પ્રાથમિક અભ્યાસ ખેડબ્રહ્માથી શરૂ કરેલો તેણે એમ.એ. બી.એડ. પીટીસી કરી માસ્ટર્સ ઈન ઈન્ફોર્મેશન ટેકનોલોજી કરી ર૦૧૧થી ઓસ્ટ્રેલિયા રહે છે.

આ અગાઉ તેણે દાહોદમાં શિક્ષક તરીકે પણ સેવા આપેલ છે. ર૦૧૬માં તેને પી.આર. મળ્યા બાદ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું હતું અને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા તેણે હવાઈ જહાજ ઉડાડી ખેડબ્રહ્માનું ગૌરવ વધાર્યું છે

નાના ભૂલકાઓને ભણાવનાર પ્રાથમિક શિક્ષક પોપટસિંહની દીકરીએ આજે એમનું અને શિક્ષક સમાજનું પણ ગૌરવ વધાર્યું છે માં અંબાના પ્રખર ભક્ત પોપટસિંહ અને માતા વીણાબા પોતાની દીકરીની આ સિદ્ધિને માં અંબાની કૃપા માને છે પોપટસિંહ મૂળે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વાઘજી પુર ગામના વતની છે પણ વર્ષોથી તેઓ ખેડબ્રહ્મામાં રહે છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.