Western Times News

Gujarati News

‘વાયુ’ વાવાઝોડા વખતે જ હવામાન વિભાગની વેબસાઈટ બે દિવસથી ઠપ

ગરમી ઘટી પરંતુ ભેજનું પ્રમાણ વધતા બફારાથી લોકો ત્રાહીમામ

અમદાવાદ : સમગ્ર રાજયમાં ‘વાયુ વાવાઝોડુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સરકારી-અર્ધ સરકારી તંત્રો, વિવિધ સંસ્થાઓ, સંગઠનોએ તકેદારીના પગલાં ભરવાના શરૂ કરી દીધા છે. ત્યારે હવામાન વિભાગની જ વેબસાઈટ બે દિવસથી ઠપ થઈ ગઈ છે. તેથી ગરમીના આંકડા, ભેજનું પ્રમાણ આગાહી સહીતના મુદે કોઈ જ જાણકારી મળી રહી નથી. એક તરફ વાયુ વાવાઝોડાને ખતરો છે.

ત્યારે હવામાન વિભાગની વેબસાઈટ અપટેડ ન થતા દશેરાના દિવસે જ ઘોડું ન દોડે તેવો ઘાટ સર્જાયો છે. બીજી તરફ, છેલ્લા ર૪ કલાક દરમ્યાન ભેજનુંપ્રમાણ આશ્ચર્યજનક રીતે વધવાની સાથે તાપમાન પણ ૪૦ ડીગ્રીની આસપાસ રહેતા લોકો દિવસભર બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. અમદાવાદ સહીત અન્યત્ર સાંજે ધુળની ડમરીઓ ઉડી હતી. પવનનું જાર પણ વધ્યું હતું.

અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાકિદવસથીસીસ્ટમ સર્જાયા બાદ ડીપ ડીપ્રેશને આકાર લીધો હતો અને આસીસ્ટમને હવામાન વિભાગે વાયુ નામ આપ્યું છે. આ જ દિવસથી હવામાન વિભાગની વેબસાઈટ અમદાવાદને પણ વાયુની અસર લાગી ગઈ હોય તેમ અપડેટ થઈ રહી નથી. છેલ્લા બે દિવસથી અમદાવાદ હવામાન વિભાગની સાઈટ દ્વારા લઘુતમ મહત્મ તાપમાન, ભેજ, સૂર્યોદય, સૂર્યાસ્ત અને વરસાદની કોઈ જ અપડેટ આપવામાં આવી નથી. જેના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. ખરા સમયે જ હવામાન વિભાગની વેબસાઈટ ઠપ થઈ જતા લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.

બીજી તરફ, વાયુની અસરને પગલે સવારથી જ ભેજનું પ્રમાણ વધ્યું હતું.સવારે આ પ્રમાણ અંદાજે ૬૦ ટકાની આસપાસ પહોચી જતા સવારથી જ લોકો પરસેવે રેબઝેબ થયા હતા. બપોર બાદ તો પારો ૪૦ ડીગ્રીની ઉપર પહોચી જવાની સાથે ભેજનું પ્રમાણ સામાન્યથી વિશેષ રહેતા લોકો બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. જાકે, મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન ફુંકાયો હતો. તેથી લોકોને ગરમી-બફારાથી થોડા અંશે રાહત મળી હતી. હવે વાયુની અસરને કારણે બે દિવસ દરમ્યાન ગરમીથી લોકોને રાહત મળે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.