રાજ્યમાં કોરોનાના 12131 નવા કેસ : 30 દર્દીના મોત
અમદાવાદ, ગુજરાતમાં હવે કોરોનાની સુનામી ધીમી પડી ગઈ છે. ત્રીજી લહેરની પીક પણ આવી ગઈ હોવાની શક્યતા છે. રાજ્યમાં 24 કલાકમાં 12,131 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર 30ના મોત થયા છે. જ્યારે 20070 દર્દી સાજા થયા છે.
રાજ્યનો રિકવરી રેટ વધીને 89.56 ટકા થઈ ગયો છે. છેલ્લા 6 દિવસમાં 145 દર્દીના મોત થઈ ચૂક્યા છે. તેમજ વેન્ટિલેટર પરના દર્દી ઘટીને 297 થઈ ગયા છે. 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી 59 દર્દીના મોત થયા હતા. જ્યારે જાન્યુઆરીના માત્ર 28 દિવસમાં જ 257 દર્દીના મોત થઈ ગયા છે.
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે.
30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.
17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 4 દિવસમાં 24,485થી 10680નો ઘટાડો નોંધાઈને 13805 કેસ નોંધાયા હતા.