Western Times News

Gujarati News

મક્તમપુરામાં સરકારી જમીન પરના બાંધકામો તોડવાના બદલે પાણીની લાઈનો માટે ભલામણ કરતા કોર્પોરેટરો

Files Photo

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજયના તમામ નાગરીકોને શુધ્ધ પીવાલાયક પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા “નલ સે જલ” યોજના જાહેર કરવામાં આવી છે. સદ્દર યોજનામાં સરકારી જમીન પર થયેલા બાંધકામોમાં પણ નળ જાેડાણ આપવાની શરત છે. પરંતુ રાજય સરકારની એક દાયકા જુની ૭૦ઃર૦ઃ૧૦ યોજનામાં આ પ્રકારની કોઈ જ જાેગવાઈ નથી.

શહેરના મકતમપુરા વોર્ડના કોર્પોરેટરો દ્વારા આ બંને યોજનાનું મિશ્રણ કરીને નવા પ્રકારની જ ભલામણ કરવામાં આવી છે જેમાં સરકારી જમીન પર થયેલા દબાણો (ગે.કા.બાંધકામ)માં પાણી જાેડાણની સાથે સાથે પાઈપ લાઈનો નાંખવા માટે રજુઆત કરવામાં આવી છે. મ્યુનિ. વોટર સપ્લાય કમીટી દ્વારા સદ્દર દરખાસ્ત મામલે સરકાર નીતિ મુજબ કામ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરના મકતમપુરા વોર્ડમાં સરકારી તથા મ્યુનિ. રીઝર્વ જમીન પર મોટાપાયે દબાણો થઈ ગયા છે. સરકારી જમીન પર બાંધકામો હોવાથી ટેક્ષની આકારણી પણ કરવામાં આવી નથી. તેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માળખાકીય સવલતો આપવામાં આવી નથી. રાજય સરકારે ર૦ર૦ના વર્ષમાં નલ સે જલ યોજના જાહેર કરી હતી જેનો હજી અમલ થઈ રહયો છે.

સદ્દર યોજનામાં સરકારી કે મ્યુનિ. જમીન પર થયેલા બાંધકામોમાં પણ નળ જાેડાણ આપવાની નીતિ છે. જેનો લાભ લઈ મકતમપુરાના કોર્પોરેટરોએ નળ જાેડાણ માટે ભલામણ કરી હતી પરંતુ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં જે બોરવેલ બનાવવામાં આવ્યો છે તેમાંથી સરકારી/ ખાનગી જમીન પર બનાવવામાં આવેલ રર સોસાયટી/ વસાહતોમાં પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી નથી. તથા પાણી જાેડાણ આપવામાં આવ્યા નથી.

મકતમપુરાના કોર્પોરેટરોએ રર જેટલી ગેરકાયદેસર સોસાયટીમાં પાણીના જાેડાણ માટે “નલ સે જલ” યોજના અંતર્ગત અરજી કરાવી છે પરંતુ સદ્દર યોજના હેઠળ પાણીની લાઈનો નાંખી શકાતી નથી તેથી સરકારી અન્ય જન ભાગીદારી યોજના (૭૦ઃર૦ઃ૧૦) હેઠળ ધારાસભ્ય, કોર્પોરેટરોના બજેટમાંથી પાઈપલાઈનો નાંખવા માટે ભલામણ કરી હતી. દક્ષિણ- પશ્ચિમ ઝોન ઈજનેર વિભાગ તરફથી સદર દરખાસ્તને વોટર સપ્લાય કમીટી સમક્ષ મંજુરી માટે રજુ કરવામાં આવી હતી પરંતુ કમીટી ચેરમેને સરકારી નિયમમાં છેડછાડ કરવાનું મુનાસિબ માન્યુ નથી.

મ્યુનિ. વોટર સપ્લાય કમીટી ચેરમેન જતીનભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે ૭૦ઃર૦ઃ૧૦ યોજનામાં સોસાયટી માન્યતાના પુરાવા તથા મિલ્કતવેરાના પુરાવા ફરજીયાત છે, જયારે મકતમપુરાના કોર્પોરેટરો દ્વારા જે સોસાયટીઓ માટે ભલામણ કરવામાં આવી છે તેમની પાસે કોઈ જ પુરાવા નથી.

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નીતિમાં ફેરફાર કરવાની સત્તા સબ કમીટી પાસે નથી. તેથી સરકારી નીતિ નિયમોને આધિન કામ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે જે રર સોસાયટીમાં પાઈપલાઈન તેમજ નળ જાેડાણ માટે ભલામણ કરવામાં આવી છે તે પૈકી ૧ર સોસાયટી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે સંપાદન કરવામાં આવેલી જમીન પર બની છે.

જયારે એક સોસાયટી સરકારી ખરાબા અને બે સોસાયટી મ્યુનિ. રીઝર્વ પ્લોટ પર બનાવવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. સરકારી જમીન પર થયેલા બાંધકામોમાં પાઈપ લાઈન નાંખવા માટે મંજુરી માંગનાર ઝોનના એડીશનલ ઈજનેર અમિતભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટરો તરફથી જે અરજીઓ સબમીટ કરવામાં આવી હતી તે પૈકી બીન સરકારી જમીન પર થયેલા રર૦૦ બાંધકામોની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે જયારે સરકારી જમીન પર થયેલા બાંધકામોની રપ૦ અરજી મુદ્દે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.  મ્યુનિ. વો.સપ્લાય કમીટી તરફથી જે નિર્ણય લેવામાં આવે તેને આધિન ભવિષ્યમાં કાર્યવાહી થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અમદાવાદ મહાનગરપાલીકાએ નાંખેલ પાઈન લાઈનથી દુર આવેલ વિસ્તારો જેવા જેમ કે (૧) આયશા કીરાણાની ગલી શહેજાદપાર્ક ગલી નં-૧(ર) શેહજાદ રો હાઉસ, મહેર રો હાઉસ, શહેજાદ પાર્ક ગલી નં-૧ (૩) ગુલશને મદીના મસ્જીદ શહેજાદપાર્ક ગલી નં-૧, શાન રો હાઉસ, કેસર ડુપ્લેક્ષની ગલી (૪) મોર્ડન ડુપ્લેક્ષની ગલી (પ) અલીફ ડુપ્લેક્ષ, મલીક હાઉસ, દીનુભાઈની ચાલીથી રમજાન પાર્ક-૧ તરફ જતી ગલી (૬) સ્ટાર ડુપ્લેક્ષ, રહેમાની મસ્જીદની ગલી (૭) નોમાન પાર્ક ગલી નં-૧,ર,૩ (૮) રહેમાન-૧ અને ર ની ગલીઓ (૯) મરીન વીલાની ગલી નૌમાનપાર્કની સામે (૧૦) બકુખાન ઓફીસની ગલી (૧૧) લાલબાગ રીઝવાન રો હાઉસની ગલીઓ (૧ર) સુમૈયા મસ્જીદની ગલીઓ (૧) દાએ હલીમાની મદ્રસાની ગલી (૧૪) ગ્રીનબાગની ગલીઓ (૧પ) હાજી સુલેમાન પાર્કની ગલીઓ (૧૬) રજ્જાક મસ્જીદની બાજુમાં જતી ગલીઓ (૧૭) અલ ખૈબર, અલ રેહબર ડુપ્લેક્ષની ગલી (૧૮) અનસપાર્ક-ર ગલી નં-૧,ર,૩ ઈબ્રાહીમ મસ્જીદ પાસે (૧૯) આમેના પાર્ક ૧ અને ર ઈબ્રાહીમ મસ્જીદ પાસે (ર૦) મદની કીરાણા સ્ટોરની ગલી, મસ્તાન મસ્જીદ પાસે (ર૧) નૌસાદ પાર્ક, લાલબાગ કબ્રસ્તાન પાસે (રર) લાલબાગની ચાલી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.