ગોધરા ખાતે રેલવે ફાટકના કારણે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે 12 કરોડના ખર્ચે અંડરબ્રીજ બનશે

શહેરા ભાગોળ અંડરબ્રિજ અને લાલબાગ ફલાયઓવરનું શાસ્ત્રોક વિધિ મુજબ ખાતે મુહૂર્ત અને ભૂમિ પુંજન
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં વર્ષોથી શહેરાભાગોળ ખાતે રેલવે ફાટકના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતા આ પ્રશ્ન માથાના દુખાવા સમાન હોય ગોધરાના ધારાસભ્યની સરકારમાં અનેક રજૂઆતના પગલે રૂપિયા ૧૨ કરોડ થી વધુના ખર્ચે અંડરબ્રિજ બંનાવવાનો ખાતમુહૂર્ત તથા
લાલબાગ બસસ્ટેશન થી પ્રભારોડ કોતર સુધી ફલાયઓવર બનાવવાનો ભૂમિ પૂજન રાજ્યના માર્ગ અને મકાન મંત્રીના વરદ હસ્તે કરવામાં આવતા મંત્રીએ આ બંને કાર્ય આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની ખાતરી આપી હતી
ગોધરા શહેરના શહેરાભાગોળ ખાતે આવેલા એક માત્ર રેલવે ફાટક છાશવારે બંધ રહેતા દિવસ દરમ્યાન ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાતા હતા જેના પગલે ગોધરા વસીઓ માટે આ રેલવે ફાટક તથા સર્જાતી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન હતી
ગોધરા ના ધારાસભ્ય દ્વારા આ રેલવે ફાટક પર અંડરબ્રિજ બંનાવવા રાજ્ય સરકાર તથા રેલવે ખાતાને છાશવારે રજુઆત કરતા અંતે રાજ્ય કક્ષાના માર્ગ અને મકાન મંત્રી દ્વારા ધારાસભ્ય ની રજૂઆતો ને ધ્યાને લઈ રેલવે ફાટક પર અંડરબ્રિજ બનાવવા ૧૨ કરોડ થી વધુ રકમ તથા ગોધરા ના હાર્દ સમા લાલબાગ બસસ્ટેશન થી પ્રભારોડ ના કોતર સુધી ફલાયઓવર બંનાવવાના ૫૮ કરોડ થી વધુ રકમ તથા જાફરાબાદ ફાટક પર અંડરબ્રિજ બનાવવા માટે ૫૦ કરોડ ની રકમ મંજુર કરી હતી .
આ ચારેય કામોના ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન આજરોજ રાજ્યના માર્ગ અને મકાન મંત્રી ના હસ્તે કરવામાં આવતા આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન ખાતા ના અધિકારીઓ જિલ્લા પંચાયત પ્રમુખ પંચમહાલ હાલ ના અને પૂર્વ બંને સાંસદ ગોધરા નગર પાલિકા પ્રમુખ અને કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા
આ અને શહેરા ભાગોળ અંડરબ્રિજ અને લાલબાગ ફલાયઓવર બ્રિજનું શાસ્ત્રોક વિધિ મુજબ ખાતે મુહૂર્ત અને ભૂમિ પુંજન થયા બાદ માર્ગ અને મકાન મંત્રીએ આ બંને કાર્ય ખુબ ઝડપ થી આગામી બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાની ખાતરી આપી હતી અને કુલ મળી રૂ.૧૨૦ કરોડના કામોના શ્રીગણેશ આજે ગોધરા શહેરમાં કરવામાં આવ્યા હતા જેને લઈને ગોધરાના શહેરીજનો માં આનંદ નું મોજું ફરી વળ્યું હતું