રહેવા ઘર ન હતું ત્યારે અજીત સિમેન્ટની પાઈપમાં રહેતા
મુંબઈ, બોલીવુડ ફિલ્મના હીરો દર્શકોના દિલ દિમાગમાં છવાઈ જાય છે. જયારે અમુક ફિલ્મોના વિલન પણ દર્શકોના મનમાં ઊંડી છાપ છોડીને જાય છે. જેવા જ એક બોલિવૂડના પ્રખ્યાત વિલન અજીત ખાન પોતાની અનોખી ડાયલોગ ડિલિવરી માટે જાણીતા હતા. ૨૭ જાન્યુઆરી ૧૯૨૨ના રોજ હૈદરાબાદમાં જન્મેલા અજીતનું સાચું નામ હામિદ અલી ખાન હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તેણે પોતાનું નામ બદલીને અજીત રાખ્યું હતું.
બોલીવુડની ૨૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અજીતે જયારે સારા શહેર મુજે લાયન કે નામ સે જાનતા હૈ ડાયલોગ બોલ્યો ત્યારે તેમને તેમની અસલી ઓળખ મળી. આ ડાયલોગ ફિલ્મ ‘કાલીચરણ’નો હતો. અજીત ખાન હિન્દી સિનેમાના એવા વિલેન હતા જેમણે ડાયલોગ ડિલિવરી સાથે દમદાર એક્ટિંગે ઘણી વખત ફિલ્મના હીરોને ઢાંકી દીધા હતા.
આજે અજીતની જન્મજયંતિ પર જણાવી દઈએ કે અજિતનું વાસ્તવિક જીવન પણ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું ન હતું. અજીતને બાળપણથી જ અભિનયનો શોખ હતો. આ શોખ તેને મુંબઈ સુધી લઈ આવ્યો. જાેકે, અભિનય માટે મુંબઈ આવવું તેમના માટે સરળ ન હતું. તેમના શોખને કોઈ સપોર્ટ ન મળતા તેઓ ઘરેથી ભાગીને માયાનગરી મુંબઈમાં પહોંચ્યા હતા. એવું કહેવાય છે કે, અજિતે પોતાનું સપનું પૂરું કરવા માટે પોતાના પુસ્તકો પણ વેચી દીધા હતા.
મુંબઈ આવ્યા પછી જ તેની કારકિર્દીનો સાચો સંઘર્ષ શરુ થયો. કારણ કે, મુંબઈમાં તેમની પાસે ન તો રહેવાની જગ્યા હતી કે ન ખાવાની. આવી સ્થિતિમાં તેઓ ઘણા દિવસો સુધી સિમેન્ટમાં પાઈપમાં રહીને રાતો પસાર કરી. જાેકે, તેમની મુશ્કેલી અહીં પણ અટકી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક ગુંડાઓ અહીં પાઈપમાં રહેતા લોકો પાસેથી અઠવાડિયામાં ખંડણી લેતા હતા. પૈસા ન આપવા પર ગુંડાનો માર ખાવો પડતો હતો.
એક દિવસ એવો હતો જયારે આ બૉલીવુડ વિલને ગુંડાઓ સામે બાથ ભીડી અને ગુંડાને હરાવીને ત્યાં રહેતા લોકો માટે તે હીરો બની ગયો. અજીત બાળપણમાં ઘરેથી ભાગીને મુંબઈ ન આવ્યો હોત તો કદાચ હિન્દી સિનેમાને પીઢ કલાકાર ન મળ્યો હોત. લીલી ડોન્ટ બી સિલી અને મોના ડાર્લિંગ’ આ બે ડાયલોગ એવા છે, જે સાંભળતા જ અજીત ખાનનો ચહેરો જનર સમક્ષ ચિતરાઈ જાય છે.
આજે પણ લોકો ડાર્લિંગ શબ્દનો ઉપયોગ કરતી વખતે ‘મોના ડાર્લિંગ’ કહેતા હોય છે. તેની જેમ અજીતના એવા ઘણા ડાયલોગ છે, જેને લોકો આજે પણ વારંવાર રિપીટ કરતા જાેવા મળે છે. જાેકે, આ ડાયલોગ્સની ડિલિવરી જે રીતે અજીતે કરી તે રીતે ભાગ્યે જ કોઈ કરી શકે.SSS