Western Times News

Gujarati News

નરનારાયણ દેવના 200 વર્ષના પર્વ નિમિતે 1551ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા રાષ્ટ્રધ્વજ સાથે રાધે રાધે પરીવાર ગાંધીનગર દ્વારા શૌર્ય મહાયાત્રા યોજાઈ

ગાંધીનગર,  વિશ્વના સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી નરનારાયણ ભગવાનના ૨૦૦ વર્ષ ના પર્વ નિમિતે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી ૧૫૫૧ ફૂટ લંબાઈ અને ૧૦ ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે રાધે રાધે પરીવાર ગાંધીનગર અને પર્વ ઉત્સવ સમિતિ દ્વારા શૌર્ય મહાયાત્રા જે પાવન ધરા પર પર્વ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે

ત્યાં અડાલજ ચોકડી પાસેના ખુલ્લા મેદાનમાં નીકાળી એક ઇતિહાસ અને આજના યુવાનો માં દેશ ભક્તિ ઉજાગર થાય એવા અલગ અલગ સંદેશા સાથે ૭૩ માં પ્રજાસતાક દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ..શૌર્ય મહાયાત્રા ની શુરુવાત પ. પૂ.ધ.ધુ. આચાર્ય ૧૦૦૮

શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ. પૂ.ભાવિ આચાર્ય ૧૦૮ શ્રી વજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી અને સેક્ટર -૨ ગાંધીનગર સ્વામીનારાયણ મંદિર ના મહંત પી.પી.સ્વામી અને કોટેશ્વર સ્વામિનારાયણ મંદિરના મહંત રામ સ્વામી

તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ના સંતો અને હરીભક્તો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ  વૈશ્વિક કોરોનાની મહામારી ને કારણે સરકાર ની ગાઇડલાઈન નું ચુસ્તપણે પાલન કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.