આપણે પશ્ચિમી દેશોની કોપી કરવાની જરૂર નથી આ ભારતની અલગ સમસ્યા છે: કેન્દ્ર
નવીદિલ્હી, વૈવાહિક બળાત્કાર મામલે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં સલાહ આપતા જણાવ્યુ કે આ મામલે ભારતે સાવધાની રાખીને આગળ વધવાની જરુર છે.આપણે પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવું જાેઇએ.
પશ્ચિમી દેશોમાં વૈવાહિક બળાત્કારને અપરાધ ગણવામાં આવે છે પરંતુ ભારતની પોતાની સમસ્યાઓ છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે ભારતમાં સાક્ષરતા, આર્થિક નબળાઇ, મહિલા સશક્તિકરણની અભાવ અને ગરીબી જેવા કારણો છે જેથી આ મામલે સાવધાની પૂર્વક આગળ વધવુ જાેઇએ.
વૈવાહિક બળાત્કારની અરજીઓ અંગે દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યુ કે વૈવાહિક બળાત્કારને કોઈ કાયદા હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી. જ્યારે આઇપીસીની કલમ ૩૭૫ હેઠળ બળાત્કારની વ્યાખ્યા કરવામાં આવી છે. કેન્દ્રએ કહ્યું કે તેને ગુનો જાહેર કરવા માટે વ્યાપક આઘારની જરૂર પડશે. આ માટે સમાજમાં પણ સર્વસંમતિ હોવી જાેઈએ. વૈવાહિક બળાત્કાર શું છે તે સમાજને જણાવવાની જરુર છે.
કેન્દ્રએ કહ્યું કે આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ બળાત્કારના આરોપીઓને સજા કરવાની ઘણી જાેગવાઈઓ છે. જેમ કે ઈજાના નિશાન, મારપીટ, શરીરના અંગોને બળજબરીથી સ્પર્શ કરવો, પરંતુ વૈવાહિક બળાત્કારમાં આ પુરાવાઓની પુષ્ટિ કરવી મુશ્કેલ ભર્યુ છે.HS