નંદુરબાર સ્ટેશન પર ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાં આગ

મુંબઇ, મહારાષ્ટ્રમાં આજે સવારે નંદુરબાર સ્ટેશન પર એન્ટ્રી કરતી વખતે ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનના પેન્ટ્રી કારમાં આગ લાગી ગઈ. ત્યારબાદ તરત જ ફાયરની ગાડીઓને બોલાવવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પેન્ટ્રી કારને અલગ કરી દેવાયું છે. ગાડીમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
રેલવે તરફથી જારી નિવેદનમાં જણાવ્યું છે કે ગાંધીધામથી પુરી જઈ રહેલી ટ્રેન સંખ્યા ૧૨૯૯૩ ના પેન્ટ્રી કારમાં સવારે ૧૦.૩૫ વાગે આગ લાગી. આ ટ્રેનમાં કુલ ૨૨ કોચ હતા. જેમાંથી ૧૩મો કોચ પેન્ટ્રી કારનો હતો. મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પાસે આ આગ લાગી હતી.
ફાયરની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને પેન્ટ્રી કારને ટ્રેનથી અલગ કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો. રેલવેએ જાણકારી આપી કે આગ પર હાલ કાબૂ મેળવી લેવાયો છે અને આ રૂટ પર રેલવે સેવા પ્રભાવિત નથી. કોચ નંબર ૧૩ જેમાં આગ લાગી હતી તે પેન્ટ્રી કારને અલગ કરી નાખવામાં આવ્યો છે. આ રૂટ પર અપ ડાઉન બંને તરફથી રેલવે સેવા પ્રભાવિત નથી.HS