Western Times News

Gujarati News

પત્ની સાથે ઝઘડો થતાં પતિએ ૫ વર્ષનાં સાળાની હત્યા કરી

અમદાવાદ, શહેરનાં દાણીલીમડા વિસ્તારમાં એક સનસની ભરી ઘટના બની ગઇ છે. થોડા સમય પહેલાં આ વિસ્તારનો પાંચ વર્ષનો રિયાન શેખ ગૂમ હતો. તેને શોધવા માટે પરિવાર અને પોલીસે દિવસ રાત એક કરી નાખ્યાં હતાં. ત્યારે પોલીસને હવે રિયાન તો ન મળ્યો પણ તેની લાશ હાથમાં લાગી છે.

આ લાશની તાપસ કરતાં ક્રાઇમની એવી અરેરાટી ભરેલી ઘટના સામે આવી છે કે, તે અંગે જાણીને જ રૂવાંટા ઉભા થઇ જાય. કિસ્સામાં પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રિયાનની બહેન અને બનેવી વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં બનેવીએ પાંચ વર્ષના રિયાનનું પહેલાં અપહરણ કર્યું બાદમાં તેની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં દાણીલીમડા નજીક રહેતા શેખ પરિવારનો પાંચ વર્ષનો પુત્ર રિયાન શેખ અચાનક ગૂમ થઈ ગયો હતો. ચાર બહેનોનો એકનો એક ભાઈ રિયાન પરિવારમાં ખૂબ લાડકો હતો. તે અચાનક ગાયબ થઇ જતાં પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો.

બાળકને શોધવા માટે ઈનામની જાહેરાત કરવામાં આવી પોલીસને જાણ કરવામાં આવી પણ કોઈ કડી મળી નહીં. પોલીસ અને પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં કોઈ કડી મળે ત્યાં રિયાનને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. એક દિવસ ચાંગોદર પાસે કેનાલમાં એક બાળકની લાશ હોવાની જાણ પોલીસને થઈ હતી. પોલીસે પરિવારને આ વાતની જાણકારી આપી હતી. પરંતુ પરિવારને એમ હતું કે તે રિયાનની લાશ નહીં હોય.

પણ સત્ય આનાથી વિપરિત હતું. આ કેનાલમાં મળેલી લાશ માસૂમ રિયાનની જ હતી. રિયાનની લાશ મળતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

આખો પરિવાર રોકકળ કરી રહ્યો હતો. બીજી તરફ રિયાનના મોત સંદર્ભે તપાસ કરી રહેલા દાણીલીમડા પોલીસને જે જાણવા મળ્યું તે ખૂબ જ આઘાતજનક હતું. રીયાનની એક બહેન જેના લગ્ન થઈ ગયા હતા. તેને અને તેના પતિ વચ્ચે થોડા સમય પહેલા ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર બનતા તેના પતિએ સાળા રીયાનને જ રસ્તામાંથી હટાવી દેવા માટે શેતાની પ્લાન ઘડ્યો હતો. પહેલા રીયાન અચાનક ગાયબ થઈ ગયો હતો.

રીયાનને શોધવા માટે પરિવારે પોસ્ટરો લગાવ્યા ત્યારે આરોપી બનેવીને લાગ્યું કે હવે પકડાઈ જવાશે જેથી તેણે રીયાનને કાયમ માટે મોતના મુખમાં ધકેલી દીધો હતો. તે કોઈને જાણ ન થાય તે માટે રિયાની લાશને કેનાલમાં નાખી આવ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.