Western Times News

Gujarati News

ક્ષમા આપવી એ દુશ્મન પર વિજય મેળવી લેવા જેવું જ છે.

જે ક્ષમા કરે છે અને જૂની વાતોને ભૂલી જાય છે તે સૌથી મોટો દાની છે, કેમ કે ક્ષમાદાન જેવું એકેય દાન નથી-માફી માગવાથી જ મજબૂત થાય છે સંબંધો

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્‌’ આ પંક્તિ આપણે નાના હતા ત્યારથી સાંભળા આવ્યા છીએ. આ એકદમ સત્ય બાબત છે. ક્ષમા કરી દેવી એ દુશ્મન પર વિજય મેળવી લેવા જેવું જ છે. જે ક્ષમા કરે છે અને જૂની વાતોને ભૂલી જાય છે. તે સૌથી મોટો દાની છે, કેમ કે ક્ષમદાન જેવું એકેય દાન નથી, પરંતુ જેના મનમાં પસ્તાવાનો ભાવ ન હોય તેને ક્ષમા આપવી એ પણ પાણી પર લકીર ખેંચવા જેટલું જ નિરર્થક છે.

માફ કરવાના સોનેરી નિયમની સાથે-સાથે એક બાજુ એ પણ છે કે આપણામાંથી જાે ભૂલ થાય તો આપણે શાંત સ્વભાવથી પોતાની ભૂલનો સ્વીકાર કરીને માફી માગી લેવી જાેઇએ. એક વાત હંમેશા યાદ રાખવી કે માફી માગવાથી જ સંબંધો મજબૂત થાય છે. બે વ્યક્તિઓ વચ્ચે ક્યારેય શત્રૂતા થતી નથી. માફ કરવાની કે માફી માગવાની આદતથી જ એ જાણ થાય છે કે વ્યક્તિ તુચ્છ ભાવની સરખામણીમાં સંબંધોને વધુ મહત્વ આપે છે.

નબળી કે કમજાેર વ્યક્તિ ક્યારેય ક્ષમા ન કરી શકે. ક્ષમા કરવી એ શક્તિશાળી વ્યક્તિનો જ ગુણ છે. જે સૌથી પહેલાં ક્ષમ માગે છે તે સૌથી બહાદુર છે અને જે સૌથી પહેલા ક્ષમા કરે છે તે સૌથી શક્તિશાળી છે. બાણભટ્ટના ‘હર્ષચરિત’માં ઉલ્લેખ કરાયો છે કે ક્ષમા તમામ તપસ્યાઓનું મૂળ છે.

‘મહાભારત’માં કહેવાયુ છે કે ક્ષમતા અસમર્થ મનુષ્યનો ગુણ અને સમર્થ મનુષ્યનું આભૂષણ છે. ‘શ્રીગુરુગ્રંથસાહિબ’નું વચન છે કે ક્ષમાશીલને રોગ સતાવતો નથી અને યમરાજ ડરાવતા નથી.

રાજા લોકોને સજા આપીને પોતાના બળનું પ્રદર્શન કરે છે, જ્યારે ગુણવાન લોકો ક્ષમા કરીને પોતાની અલગ ઓળખ અર્થાત્‌ બળનું પ્રદર્શન કરે છે. ક્ષમા કરવાથી સુસ્કાર આવે છે. ક્ષમાને બરાબર કોઇ તપ નથી. ભૂલ કરવી માનવીય ગુણ અને ક્ષમા કરવી ઇશ્વરીય ગુણ છે. ક્ષમા કરવી માનવતાનો સૌથી મોટો ધર્મ છે. તેથી અનેક ધર્મના ધર્મગ્રંથમાં ક્ષમાના મહત્વને દર્શાવાયું છે.

મનુષ્યમાં ગુણ અને અવગુણ બંને હોય છે, પરંતુ જે મુષ્ય અવગુણનો માર્ગ છોડીને સદગુણોના માર્ગ પર ચાલે છે, પોતાના સારા આચરણ સાથે જીવન વિતાવે છે તે મનુષ્ય મહાન બને છે અને બીજાના દિલ પર રાજ કરે છે.

મનુષ્યને દોષોનું પુતળુ ગણાવાય છે. ખરાબ આદતોમાં ફસાઇને તે દુર્વ્યવહાર કરવા લાગે છે અને તે જ ખરાબ આદતોથી સમાજ તેનો બહિષ્કાર કરવા લાગે છે. આ જ સમાજ જાે તેની ખરાબ આદતોને ક્ષમાભાવથી જુએ અને તેને સભ્ય નાગરિક બનવા પ્રેરિત કરે તો કદાચ તે વ્યક્તિ ફરી વખત સભ્ય નાગરિક બની જાય.

ક્ષમાભાવન જેની અંદર વિકસે છે તે વ્યક્તિને સમાજમાં આદરણીય માનવામાં આવે છે. કોઇ વ્યક્તિને કોઇની ભૂલ માટે ક્ષમા કરવી અને આત્મગ્લાનિથી મુક્તિ અપાવવી એક મોટો પરોપકાર છે.

કેટલું સરળ છે, કોઇ વ્યક્તિ પાસે આપણી ભૂલ માટે ક્ષમા માગવી અને તેના કરતાં પણ વધુ આનંદ તો ત્યારે આવે છે જ્યારે તમે કોઇ વ્યક્તિને ક્ષમા કરી દો છો. ક્ષમાનું શસ્ત્ર જેની પાસે છે તેનું દુષ્ટ મનુષ્ય કંઇ નથી બગાડી શકતો. એ જ રીતે જેમ તણખા વગરની ધરતી પર પડીને અગ્નિ જાતે જ શાંત થઇ જાય છે.

અનુભવના આધારે એ કહેવું ઉચિત છે કે જે વ્યક્તિ કોઇના પણ પ્રત્યે મનમાં વેરભાવના રાખીને પોતાનું મન મેલુ કરે છે તે મનની શાંતિથી હાથ ધોઇ બેસે છે. એવી વ્યક્તિને શાંતિની શોધમાં રખવડુ પડે છે. ક્યારેય વિચાર્યું છે કે આપણા માતા-પિતા આપણને આપણી ભૂલ માટે માફ ન કરે અને આપણને પસ્તાવાની આગમાં નાખી દે તો આપણે શું કરીશું, શું થશે ?

જાે ઇશ્વર આપણને આપણી ભૂલ માટે ક્ષમા કરવાનું છોડી દે. તેથી જાે આપણે કોઇને ક્ષમા ન કરી શકીએ તો આપણી ભૂલ માટે ઇશ્વર પાસેથી પણ ક્ષમાની આશા ન રાખવી જાેઇએ.

ક્ષમાશીલ બનવું વિવેકવાન વ્યક્તિની પહેલી ઓળખ છે. ક્ષમા આખી દુનિયાને વશમાં કરવાનો મૂળમંત્ર છે. ભૂલ થવી સ્વાભાવિક છે, માની લેવી સંસ્કૃતિ છે અને તેને સુધારી લેવી પ્રગતિ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.