રિતિક-ટાઇગરની વોરની બોક્સ ઓફિસ ઉપર ધુમ
મુંબઇ, બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે તમામ રેકોર્ડ તોડી દેનાર ફિલ્મ વોરની ધુમ હાલમાં જારી છે. ફિલ્મની કમાણી રેકોર્ડ સ્તર પર પહોંચી રહી છે. ફિલ્મને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ રજૂ થયા બાદથી ત્રીજા દિવસે પણ ફિલ્મે ૨૧ કરોડથી વધારેની કમાણી કરી લીધી હતી. આની સાથે જ કમાણીનો આંકડો ૧૦૦ કરોડને પાર કરી ગયો છે. પૂર્વ બંગાળ, પશ્ચિમ બંગાળ અને બિહાર તેમજ ગુજરાતમાં હાલમાં નવરાત્રી ઉત્સવની ધુમ જાવા મળી રહી છે. જેના કારણે પણઁ ફિલ્મની કમાણીને કેટલાક અંશે અસર થઇ રહી છે.
જો કે ફિલ્મ રેકોર્ડ કમાણી કરવાની દિશામાં આગળ વધી રહી છે. અન્ય તમામ રાજયોમાં પણ ફિલ્મ સફળતા હાંસલ કરી રહી છે. પ્રથમ દિવસે જંગી કમાણીનો રેકોર્ડ ફિલ્મ કરી રહી છે. આમીર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાને પ્રથમ દિવસે ૪૮ કરોડથી વધારેની કમાણી કરી હતી. જા કે ત્યારબાદ આ ફિલ્મ લોકોને પસંદ પડી ન હતી. જો કે વોર સાથે આવુ નથી. વોરમાં દિલધડક એક્શન સીનને લઇને લોકો રોમાંચિત થઇ ગયા છે. તમામ લોકો જાણે છે કે વોર ૩૮૦૦ કરતા વધારે સ્ક્રીન પર રજૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ૫૦ કરોડથી વધારેની કમાણી ફિલ્મ કરી ગઇ હતી.
જેમા અન્ય ભાષાની કમાણીની આવક સામેલ નથી. જે ૫૫ કરોડની આસપાસ હોઇ શકે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મ દિવાળી સુધી સારી કમાણી કરી શકે છે. રિતિક અને ટાઇગરની જાડીની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. ફિલ્મમાં ખુબસુરત વાણી કપુર ટુંકા રોલ માટે લેવામાં આવી છે. જા કે વાણીની જાડી રિતિક રોશન સાથે જારદાર રીતે જામી છે. રિતિક સાથે તેના ગીતના કારણે પણ ચાહકો ભારે રોમાંચિત દેખાઇ રહ્યા છે. ફિલ્મના ગીતને પણ નોંધપાત્ર સફળતા મળી ચુકી છે. ગીત ફિલ્મની રજૂઆત બાદ જારી કરાયા પછી સુપરહિટ થયુ હતુ.