સલમાન ખાનને ડેટ કરવાને લઇ શિલ્પાએ ખુલાસો કર્યો
મુંબઇ, બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન સાથે કોઇ સમય પર ડેટિંગમાં હોવાના હેવાલને લઇને આટલા વર્ષો બાદ શિલ્પી શેટ્ટીએ હાલમાં ખુલાસો કર્યો હતો. શિલ્પાએ કહ્યુ છે કે સલમાન ખાન સાથે તેના આજે પણ ખુબ સારા સંબંધો રહેલા છે. સલમાન સાથે કામ કરવાને લઇને તે હજુ ઇચ્છુક છે. શિલ્પા હાલમાં જુદ જુદા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. સલમાન ખાન અને હોટ સ્ટાર શિલ્પા શેટ્ટીએ દસ, ગર્વ, પ્રાઇડ એન્ડ ઓનર, ઔઝાર, ફિર મિલેગે, સાદી કરકે ફસ ગયે યાર જેવી શ્રેણીબદ્ધ ફિલ્મો સાથે કરી છે. જા કે કેટલાક વર્ષો પહેલા એવી ચર્ચા હતી કે સલમાન અને શિલ્પા એકબીજા સાથે પ્રેમમાં છે અને બંને ડેટિંગ કરી રહ્યા છે. જા કે આ ચર્ચા પર ક્યારેય કોઇ ખુલાસો કરવામાં આવ્યો ન હતો.
હવે કેટલાક વર્ષો બાદ શિલ્પા શેટ્ટીએ આ સંબંધમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં શિલ્પાએ કહ્યુ હતુ કે એક વખત સલમાન ખાન અડધી રાતે તેમના ઘરે આવ્યા હતા. આ ગાળા દરમિયાન તે ઉંઘી ગઇ હતી. જેથી સલમાન ખાને તેના પિતાની સાથે બેસીને એક બે ડ્રીન્ક લગાવ્યા હતા. શિલ્પાએ કહ્યુ હતુ કે અમે સામાન્ય રીતે ક્યારેય ડેટ પર ગયા ન હતા. એ વખતે કલાકારો વચ્ચે પારસ્પરિક રીતે સારા સંબંધ રહેતા હતા. શિલ્પાએ કહ્યુ છે કે સલમાન ખાન ખુબ જ શાંત, કેયર કરનાર વ્યક્તિ તરીકે છે. તે ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. તેનુ કહેવુ છે કે જ્યારે તેના પિતાનુ નિધન થયુ હતુ ત્યારે સલમાન ખાન તેના ઘરે આવ્યો હતો અને સીધી રીતે ટેબલ પર જતો રહ્યો હતો. જ્યા તે થોડાક સમય સુધી રડતો રહ્યો હતો. તમામ લોકો જાણે છે કે શિલ્પાએ ૨૨મી નવેમ્બર ૨૦૦૯ના દિવસે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ આ દંપત્તિ ભારે ખુશ છે અને તેમનો એક પુત્ર છે.