તમામ સાંસદો અને પાર્ટીઓ મોટું મન રાખીને ચર્ચામાં ભાગ લે: મોદી
નવીદિલ્હી, દેશનું સામાન્ય બજેટ ૧ ફેબ્રુઆરીથી સંસદમાં રજૂ થવા જઈ રહ્યું છે. આ અગાઉ આજે એટલે કે, ૩૧ જાન્યુઆરીએ સંસદનના બજેટ સત્રની શરુઆત થઇ છે આજે સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત થઇ હતી આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અપીલ કરી છે કે, બજેટ સત્રને ફળદાયી બનાવવાની જરૂર છે.
મોદીએ સાંસદોને બજેટ સત્રમાં સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, તમામ સાંસદો, પાર્ટીઓ ઉત્તમ મન સાથે બજેટમાં ચર્ચા કરે. ચૂંટણીની બજેટ પર અસર થવી જાેઈએ નહીં.
પીએમે કહ્યું કે, આજની વૈશ્વિક સ્થિતીમાં ભારત માટે ઘણા બધાં સારા અવસરો છે. આ સત્ર દેશની આર્થિક પ્રગતિ, રસીકરણ કાર્યક્રમ, મેડ ઈન ઈન્ડિયા વેક્સિન વિશે દુનિયામાં એક વિશ્વાસ ઉભો કરે છે. પીએમે કહ્યું કે, વારંવાર ચૂંટણીથી સત્ર અને ચર્ચા પ્રભાવિત થાય છે. આ બજેટ સત્ર આખા સત્રનો રોડમેપ રજૂ કરે છે. એટલા માટે આ સત્રને ફળદાયી બનાવશો, સારા હેતુથી ચર્ચા થાય તે જરૂરી છે.HS