હલધરી ગામે પતિએ પત્નીને કુહાડી માથામાં મારી જીવ લીધો
સુરત, ઉમરપાડાના હલધરી ગામે પતિ પત્નીનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પતિ પત્ની વચ્ચે જમવાનું લઈને બોલાચાલી થઈ હતી. જેમાં પતિ આવેશમાં આવી જતા ઘરમાં રહેલી કુહાડી પત્નીના માથામાં મારી દીધી હતી. પત્નીને માથામાં કુહાડીનો ઊંડો ઘા વાગી જતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
પત્નીના પિયરીયા હલધરી ગામે પહોંચ્યાઆ બનાવની જાણ પત્નીના પિયરીયાને થતા તેઓ તાત્કાલિક હલધરી ગામ પહોંચી ગયા હતા. પિયરીયાઓએ આ સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરી હતી.
જેમાં પોલીસ દ્વારા મૃતદેહને કબ્જે લઈ પોસ્મોટમની કામગીરી હાથ ધરી હતી. પતિ આવેશમાં આવીને પત્નીનો જીવ તો લઈ લીધો હતો. પરંતુ હવે માતાનું મૃત્યુ નીપજ્યાથી સંતાનો નિરાધાર બની ગયા છે. મૃતક મહિલાને ચાર સંતાનો છે. જે સંતાનો હવે ખોળયા વિનાના થઈ ગયા છે. પરંતુ હત્યાને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.HS