Western Times News

Gujarati News

વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં આયુર્વેદ ઉકાળા સંશમણી વટીનું વિતરણ

(માહિતી) વડોદરા, વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઈરસ સંક્રમણ સામે પ્રતિરોધાત્મક ઉપાય તરીકે નિયામકશ્રી આયુષ કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ઉકાળા પેકેટ,સંશમની વટી તથા આર્સેનિક આલ્બનું જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઘર સારવાર હેઠળના કોરોનાના દરદીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જાેષીએ જણાવ્યું કે, વડોદરા જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે હેતુસર COVID19 પ્રતિરોધક ઉકાળા પેકેટનું વિતરણ તથા આર્સેનિક આલ્બ (હોમિયોપેથી ઔષધ) નું ૩૦ જેટલા આરોગ્ય કેન્દ્રો દ્વારા લોકોને વિતરણ કરવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આયુર્વેદ ઉકાળાના ૯૯૨ પેકેટ, સંશમણી વટીના ૯૯૨ પેકેટ તેમજ હોમીયોપેથીના ૬૮૬૦ ડોઝનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મારફત ગત અઠવાડિયામાં વિતરણ કરવામાં આવ્યું છે.

ઉકાળા બનાવવાની પધ્ધતિ અંગેની જાણકારી આયુર્વેદ ડોક્ટર દ્વારા આપવામાં આવી રહી છે. ઉકાળા પેકેટ તથા સંશમની વટી વિતરણ માટેની દરેક વ્યવસ્થા જે – તે ઁૐઝ્ર ના મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.