ઝૂંપડામાં રહેતી મહિલા કરતી હતી એવું કામ કે તમે ચોંકી જશો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં દિશા નગર નજીક છાપરામાં એક મહિલા બુટલેગર બહારથી વિદેશી દારૂ લાવી છૂટક વેચાણ કરતી હોવાની બાતમી નડિયાદ પશ્ચિમ પોલીસ ને મળતા તેમણે દરોડો પાડી આ મહિલાને રૂપિયા ૬૧૫૦ના વિદેશી દારૂ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદમાં વિદેશી દારૂ લાવી છૂટક વેચાણ કરતી મહિલા બુટલેગર ઝડપાઈ
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ પશ્ચિમ પોલીસ ને એવી બાતમી મળી હતી કે નડિયાદ માઈ મંદિર રોડ પર આવેલ દિનશા નગરમાં છાપરામાં રહેતી કસ્તુરી બેન માવજીભાઈ વાઘરી નામની મહિલા બુટલેગર વિદેશી દારૂ લાવી છૂટક વેચાણ કરી રહી છે
જેથી પશ્ચિમ પોલીસે દરોડો પાડયો હતો આ દરોડામાં મહિલા પાસેથી રૂ ૬૧૫૦ નો મુદ્દામાલ મળી આવ્યો છે જેથી પોલીસે આ કસ્તુરી બેન માવજીભાઈ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે