છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૬૭,૦૫૯ કેસ, ૧૧૯૨ના મોત
નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. દેશમાં ફેબ્રુઆરીના પ્રથમ દિવસે જ બે લાખથી ઓછા કેસ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૭,૦૫૯ નવા કેસ નોંધાયા છે અને ૧૧૯૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨,૫૪,૦૭૬ સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૭,૪૩,૦૫૯ પર પહોંચી છે.
દૈનિક પોઝિટિવિટી રેટ ૧૧.૬૯ ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દેશમાં કોવિડ સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ આ સમયે મૃત્યુઆંકને અવગણી શકાય તેમ નથી. ૩૧ જાન્યુઆરીએ દેશમાં ૯૫૯ લોકોના મોત થયા છે, જ્યારે ૨૫ જાન્યુઆરીએ દેશમાં રેકોર્ડ ૬૧૪ મૃત્યુની પુષ્ટિ થઈ હતી.
જાે આ ૭ દિવસના દૈનિક મૃત્યુનો સરવાળો કરીએ તો કુલ આંકડો ૫ હજારથી વધુ થાય છે. જે દેશના આરોગ્ય નિષ્ણાતોને ચિંતામાં મૂકે છે. કારણકે એક તરફ દેશમાં કોવિડ રિકવરી રેટ વધી રહ્યો છે. કોવિડના કેસ પણ ઘટી રહ્યા છે પરંતુ મૃત્યુઆંક ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.
ઓમિક્રોનનો સબ વેરિએન્ટ મ્છ.૨ બેસિક સ્ટ્રેનથી વધુ સંક્રામક છે. આ વેક્સીન લઇ ચુકેલાં લોકોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા રાખે છે. ડેનમાર્કમાં આ સબ વેરિએન્ટ તેજીથી ફેલાઇ રહ્યો છે. લેખક ફેડ્રિક પ્લેસનરે ન્યૂઝ એજન્સી રાયટર્સને કહ્યું કે, જાે આપ આપનાં ઘરમાં ઓમિક્રોન BA.૨ સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવો છો તો આપને ૭ દિવસની અંદર સંક્રમિત થવાની સંભાવના ૩૯% હોય છે જ્યારે BA.૧ વેરિઅન્ટનાં સંપર્કમાં આવ્યાં તો સંક્રમિત થવાની સંભાવના ૨૯% હોય છે.
ઓમિક્રોનનો સબ વેરિએન્ટ મ્છ.૨ વધુ ઘાતક છે. જે ડેનમાર્કમાં તેજીથી ફેલાઇ રહ્યો છે. આ સબ વેરએન્ટ ઓમિક્રોનનાં મૂળ વેરિએન્ટથી વધુ સંક્રામક છે. અને વેક્સીન લઇ ચુકેલાં લોકોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા રાખે છે. ડેનિશ સ્ટડીમાં આ ખુલાસો થયો છે.
આ અધ્યયનમાં કોરોના વાયરસ સંક્રમણનાં ૮૫૦૦થી વધુ કેસની સમીક્ષા કરવામાં આવી. આ સ્ટડી ડિસેમ્બર અને જાન્યુઆરી મધ્યમાં કરવામાં આવી હતી જેમાં જાણવાં મળ્યું હતું કે, BA.૧થી સંક્રમિત લોકોની સરખામણીમાં BA.૨ સબ વેરિએન્ટથી સંક્રમિત લોકોમાં અન્યને સંક્રમિત કરવાની સંભાવના ૩૩% થી વધુ છે.
દુનિયાભરમાં ઓમિક્રોનનાં મૂળ વેરિએન્ટ BA.૧થી ૯૮ ટકા કેસ મળ્યાં છે પણ BA.૨ સબ વેરિએન્ટનાં ડેનમાર્કમાં તેજીથી લોકો સંક્રમિત થયા છે અને સંક્રમણનાં કેસમાં બેઝિક વેરિએન્ટને પાછળ છોડી દીધો છે. આ અભ્યાસમાં શામેલ શોધકર્તાઓનું કહેવું છે કે, અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યાં છે કે, Omicron BA.૨ સ્વાભાવિક રૂપથી મ્છ.૧ની સરખામણીથી વધુ સંક્રમક છે.SSS