RBI બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત ડિજિટલ કરન્સી લોન્ચ કરશે
કેન્દ્રીય કેબિનેટ દ્વારા બજેટ 2022ને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને 11 વાગ્યે દેશનું સામાન્ય બજેટ રજૂ કરવાની શરુઆત કરી હતી. સમાજના દરેક વર્ગને આ બજેટથી ઘણી આશાઓ છે. સરકારે દાવો કર્યો છે કે આ બજેટમાં દરેક માટે કંઈક રાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે 2021-22 લોકસભામાં રજૂ કર્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીની મદદથી આરબીઆઈ 2022-23માં ડિજિટલ કરન્સી જારી કરશે. તેનાથી અર્થતંત્રને વેગ મળશે. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમને સૌથી મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આરબીઆઈ 2022-2023 માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. કરન્સી બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત હશે
નાણામંત્રીએ બજેટ ભાષણ વાંચવાનું શરૂ કરતાં જણાવ્યું હતું કે ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાની આશા છે. નાણામંત્રી સીતારમને કહ્યું કે આ બજેટથી ભારતને આગામી 25 વર્ષ માટે પાયો મળશે. નાણામંત્રીએ કહ્યું કે વર્તમાન વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ 9.2% રહેવાનો અંદાજ છે, જે મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પડકારોનો સામનો કરીને પણ ભારત તેની વિકાસ યાત્રા ચાલુ રાખશે.
તેમણે ઉમેર્યું હતું કે ઈન્ડિયાનું વિનિવેશ પૂર્ણ થયું અને LICનો IPO ટૂંક સમયમાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ બજેટથી ખેડૂતો અને યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતથી 16 લાખ યુવાનોને નોકરીઓ આપવામાં આવશે. નાણામંત્રીએ ઉમેર્યું હતું કે આગામી 3 વર્ષમાં 400 નવી વંદેમાતરમ ટ્રેન તૈયાર થશે. 2022-23 વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ વધારીને 25,000 કિમી કરવામાં આવશે. પહાડી વિસ્તારોની પર્વતમાળાઓને પીપીપી મોડ પર લાવવામાં આવશે.
નાણામંત્રી સીતારમને કહ્યું હતું કે આ સાથે આગામી ત્રણ વર્ષમાં 100 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે. તેમજ 8 નવા રોપ-વે બનાવવામાં આવશે. ઓર્ગેનિક ખેતી પર સરકારનો ભાર, ખેડૂતોને મળશે ડિજિટલ સેવા. પીએમ આવાસ યોજના હેઠળ બનશે 80 લાખ મકાન.