નવી હેરસ્ટાઈલમાં વિકીને જોઈને ફેન્સ ફિદા થઈ ગયા
મુંબઇ, વિકી કૌશલ, જે હાલમાં જ સારા અલી ખાન સાથેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ ખતમ કરીને ઈન્દોરથી પરત ફર્યો છે તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે નવી તસવીર શેર કરી છે. તસવીરમાં એક્ટરનો નવો લૂક જાેવા મળી રહ્યો છે અને ફેન્સને તે ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
તસવીરમાં, વિકી કૌશલે ઓફ-વ્હાઈટ શર્ટની સાથે બેઝ કલરના પેન્ટ પહેર્યું છે. નવી હેરસ્ટાઈલ અને બીયર્ડ લૂકની સાથે એક્ટરે તેના ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીર શેર કરવાની સાથે તેણે લખ્યું છે ‘હવે શું? વિકી કૌશલે જેવી તસવીર શેર કરી તરત જ ફેન્સ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઈમોજી મૂકવા લાગ્યા.
એક ફેને એક્ટરના હેરકટના વખાણ કર્યા છે. તો એક ફેને કોમેન્ટ કરી છે સાંભળ, વિકુ, આટલી હોટનેસ હેન્ડલ કરી શકવા માટે સક્ષમ નથી. તો કેટલાક ફેન્સ પત્ની કેટરીના કૈફ સાથે બાળકો લાવી દેવાની મજાક પણ કરી રહ્યા છે. કેટલાકે કોમેન્ટમાં લખ્યું છે બાળકો અને બાળકો લાવવાના. હાલમાં, જ વિકી કૌશલે ઈન્દોરમાં સારા અલી ખાન સાથેની લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ આટોપ્યું હતું.
ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરતાં એક્ટરે લખ્યું હતું નામ માં શું રાખ્યું છે, હજી તો રૅપ થયું છે. નિયમિત આ સુંદર કહાણીના શૂટિંગનો દરેક દિવસ મારા માટે યાદગાર રહ્યો. તમને બધાને ખૂબ જ મિસ કરવાનો છું. ઉપરાંત, ઈન્દોરના અદ્દભુત લોકોનો આભાર જેમણે ખૂબ સહયોગ અને પ્રેમ આપ્યો.
આભાર. વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ હવે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’માં જાેવા મળશે. તેની સાથે ફાતિમ સના શેખ અને સાન્યા મલ્હોત્રા સાથેની ‘સામ બહાદુર’ પણ છે. વિકી કૌશલ છેલ્લે ‘સરદાર ઉધમ’માં જાેવા મળ્યો હતો.SSS