Western Times News

Gujarati News

અમદાવાદમાં હકીમ પાસે સુન્નત કરાવીને મુશ્કેલી વહોરી

File Photo

અમદાવાદ, હકીમ અને ભૂવાઓ આજના આધુનિક સમયમાં પણ લોકોને સરળતાથી છેતરતા રહે છે. આવી જ એક ઘટના બની છે કે જેમાં માતા-પિતાના આંધળા વિશ્વાસના કારણે બાળકે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે.

તાજા જન્મેલા માસુમ બાળકના માતા-પિતાએ હકીમ પાસે સુન્નતની વિધિ કરાવ્યા બાદ બાળકના શિશ્નની અગ્રભાગમાંથી આવતા લોહીને અટકાવવા માટે હકીમે તેના પર ઘોડાનો વાળ બાંધી દીધો હતો, આમ થવાના કારણે બાળકનો શિશ્નાગ્ર (શિશ્નનો અગ્રભાગ) સૂકાઈ ગયો અને તે ગુમાવવાનો વારો આવ્યો.

માતા-પિતાએ ભરેલા પગલાના કારણે બાળકે મુશ્કેલી વેઠવી પડી છે. આ બાળકને હકીમે કરેલા ઉપાયથી ગભરાયેલા માતા-પિતા બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેની સર્જરી કરવામાં આવી કે બાળક સામાન્ય રીતે પેશાબ કરી શકશે કે નહીં, પરંતુ તેણે પોતાના શિશ્નનો અગ્રભાગ ગુમાવી દીધો હતો.

શહેરના પીડિયાટ્રિક સર્જન ડૉ. અમર શાહને ત્યારે ભારે આશ્ચર્ય થયું કે જ્યારે બાળકના માતા-પિતા તેના શિશ્નનો અગ્ર ભાગ એક છાપાના ટૂકડામાં લપેટીને લઈ ગયા હતા. સુન્નતની વિધિ ૨૨ નવેમ્બર ૨૦૨૧ના રોજ કરવામાં આવી હતી, અને તે પછી બાળકના શિશ્ન પર બહુ ફીટ ઘોડાનો વાળ બાંધી દેવામાં આવ્યો હતો. આ પછી હકીમે તેના પર પટ્ટી બાંધીને પરિવારને ઘરે જવા માટે કહ્યું હતું.

આ બાળકનો જન્મ ઓક્ટોબર ૨૦૨૧માં થયો હતો. પરિવારના સભ્યોએ જાેયું કે બાળકના શિશ્નનો અગ્ર ભાગ જે પટ્ટી બાંધી હતી તેની સાથે છૂટો પડી ગયો હતો, આ પછી તેઓ ડૉક્ટર શાહના ત્યાં બાળકને શું થયું છે તે જાણવા માટે પહોંચ્યા હતા. ડૉ. અમર શાહે જણાવ્યું કે, બાળકના શિશ્નના અગ્રભાગને જાેડી શકાય તેમન નહોતું, આવામાં બાળકે પોતાના શિશ્નનો સૌથી સંવેદનશીલ ભાગ ગુમાવી દીધો છે.

અગ્રભાગ સૂકાઈ ગયો હોવાથી મેટોપ્લાસ્ટિ કરીને પેશાબની નળીને બરાબર કરવામાં આવી છે, કારણ કે તે પણ કપાઈ ગઈ હતી. શરીર આ ભાગની ઈજા તરીકે સમજે છે જેથી ત્યાં પણ રૂઝ આવી ગઈ હતી. વધુમાં તેમણે કહ્યું કે, હવે બાળક સામાન્ય રીતે પેશાબ કરી શકે છે અને તેને કોઈ તકલીફ પડી રહી નથી.

આ ઘટનાને ‘હેર ટુર્નિકેટ સિન્ડ્રોમ’ ગણાવીને ડૉ શાહે જણાવ્યું કે આ કિસ્સામાં વાળ ફીટ બાંધવામાં આવે છે અને આ સ્થિતિમાં સોજાે ચઢવા લાગે છે. વાળ વધારે ફીટ હોવાથી શિશ્નનો અગ્રભાગ સૂકાઈને પડી જાય છે. બાળકોના ડૉક્ટર જણાવે છે કે મોટાભાગના લોકો- આશરે ૭૦% પરિવાર પોતાના બાળકોના સુન્નતની વિધિ પોતાની આસપાસમાં રહેલા અજ્ઞાનિક લોકો પાસે કરાવી લેતા હોય છે.

આ બાબતથી માત્ર ગંદકી જ ફેલાાય છે તેવું નથી, આમ કરવાથી મોટી મુશ્કેલી પણ ઉભી તતી હોય છે. આ પ્રકારની અયોગ્ય પ્રક્રિયામાં સુન્નત કર્યા બાદ તેના પર રાખ પણ છાંટવામાં આવતી હોય છે. જેના લીધે પણ સમસ્યાઓ ઉભી થતી હોય છે.

અજ્ઞાની અને હકીમ સુન્નતની વિધિ માટે ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા લેતા હોય છે, જ્યારે બાળકોના ડૉક્ટર આ પ્રકારની સર્જરી માટે ચોખ્ખા ઓપરેશન થિયેટરમાં કામગીરી કરતા હોય છે, સર્જરી પહેલા બાળકને એનેસ્થેશિયા પણ આપવામાં આવે છે જેના કારણે પીડા ના વેઠવી પડે. અજ્ઞાની પાસે સુન્નત કરાવીને બાળકને મુશ્કેલીમાં મુકનારો પરિવાર પૂર્વ અમદાવાદમં રહે છે. બાળકના પિતા એક દુકાનમાં કામ કરે છે જ્યારે તેની માતા ગૃહિણી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.