યુટ્યુબર હિન્દુસ્તાની ભાઉની મુંબઇ પોલીસે ધરપકડ કરી
મુંબઇ, યુટ્યુબ વીડિયો દ્વારા સેલિબ્રિટી બનેલા હિન્દુસ્તાની ભાઉ આ દિવસોમાં મુશ્કેલીમાં છે. તેમના પર વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ છે, જેના પછી ધારાવી પોલીસે આઇપીસી કલમો, મહારાષ્ટ્ર પોલીસ એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને અન્ય હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.ખરેખર, વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો છે.
આ વીડિયો દ્વારા વિદ્યાર્થીઓને વિરોધ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા, ત્યારબાદ સોમવારે મુંબઈના ધારાવીમાં ઘણા વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓની માંગ છે કે કોવિડ-૧૯ના સંકટ વચ્ચે ૧૦મા અને ૧૨માની પરીક્ષાઓ ઓનલાઈન કરવામાં આવે.
વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ, જે બિગ બોસ ૧૩ ના સ્પર્ધક હતા, તેના વાયરલ વીડિયોને કારણે ચર્ચાનો વિષય રહે છે. બિગ બોસમાં આવ્યા બાદ તેણે વધુ હેડલાઈન્સ બનાવી હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે હિન્દુસ્તાની ભાઉ યુટ્યુબર બનતા પહેલા પત્રકાર હતા.
અંગ્રેજી વેબસાઈટ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ હિન્દુસ્તાની ભાઉ મુંબઈના એક સ્થાનિક અખબારમાં ક્રાઈમ રિપોર્ટર રહી ચૂક્યા છે. ક્રાઈમ જર્નાલિઝમ માટે તેમને વર્ષ ૨૦૧૧માં બેસ્ટ ચીફ ક્રાઈમ રિપોર્ટરનો ખિતાબ પણ મળ્યો છે.
વિકાસ પાઠક સામે કાર્યવાહી થઈ ચૂકી છે. તેઓ મુંબઈના દાદર શિવાજી પાર્કમાં બાળકોની પરીક્ષાઓ રદ કરવા અને શાળાની ફી માફ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા હતા. આ પછી તેની કોરોના નિયમોનું પાલન ન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ફરી એકવાર તે મુશ્કેલીમાં છે.HS