ઓમિક્રોનનો સબ વેરિએન્ટ બીએ.૨ વધુ સંક્રામક, ડેનમાર્કમાં વણસી સ્થિતિ, સ્ટડીમાં થયો ખુલાસો

કોપનહેગન, ઓમિક્રોનનો સબ વેરિએન્ટ બીએ.૨ બેસિક સ્ટ્રેનથી વધુ સંક્રામક છે. આ વેક્સીન લઇ ચુકેલાં લોકોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા રાખે છે.
ડેનમાર્કમાં આ સબ વેરિએન્ટ તેજીથી ફેલાઇ રહ્યો છે. લેખક ફેડ્રિક પ્લેસનરે કહ્યું કે, જાે આપ આપનાં ઘરમાં ઓમિક્રોન મ્છ.૨ સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવો છો તો આપને ૭ દિવસની અંદર સંક્રમિત થવાની સંભાવના ૩૯% હોય છે જ્યારે બીએ.૧ વેરિઅન્ટનાં સંપર્કમાં આવ્યાં તો સંક્રમિત થવાની સંભાવના ૨૯% હોય છે.
દરમિયાન કોપનહેગન (ડેનમાર્ક)માં ઓમિક્રોનનો સબ વેરિએન્ટ બીએ.૨ વધુ ઘાતક છે. જે ડેનમાર્કમાં તેજીથી ફેલાઇ રહ્યો છે. આ સબ વેરએન્ટ ઓમિક્રોનનાં મૂળ વેરિએન્ટથી વધુ સંક્રામક છે. અને વેક્સીન લઇ ચુકેલાં લોકોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા રાખે છે.
ડેનિશ સ્ટડીમાં આ ખુલાસો થયો છે.આ અધ્યયનમાં કોરોના વાયરસ સંક્રમણનાં ૮૫૦૦થી વધુ કેસની સમીક્ષા કરવામાં આવી. આ સ્ટડી ડિસેમ્બર અને જાન્યુઆરી મધ્યમાં કરવામાં આવી હતી જેમાં જાણવાં મળ્યું હતું કે, BA.૧થી સંક્રમિત લોકોની સરખામણીમાં BA.૨ સબ વેરિએન્ટથી સંક્રમિત લોકોમાં અન્યને સંક્રમિત કરવાની સંભાવના ૩૩% થી વધુ છે.
દુનિયાભરમાં ઓમિક્રોનનાં મૂળ વેરિએન્ટ મ્છ.૧થી ૯૮ ટકા કેસ મળ્યાં છે પણ બીએ.૨ સબ વેરિએન્ટનાં ડેનમાર્કમાં તેજીથી લોકો સંક્રમિત થયા છે અને સંક્રમણનાં કેસમાં બેઝિક વેરિએન્ટને પાછળ છોડી દીધો છે.
આ અભ્યાસમાં શામેલ શોધકર્તાઓનું કહેવું છે કે, અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યાં છે કે, ઓમીક્રોન બીએ.૨ સ્વાભાવિક રૂપથી બીએ.૧ની સરખામણીથી વધુ સંક્રમક છે. અને વેક્સીનથી પ્રાપ્ત ઇમ્યુનિટીને પણ પ્રભાવિત કરી શકે છે. આ સ્ટડીને સ્ટેટ્સ સીરમ ઇન્સ્ટીટ્યૂટ કોપનહેગન યૂનિવર્સિટી અને ટેક્નિકલ યૂનિવર્સિટી ઓફ ડેનમાર્કે મળીને કરી છે. જાેકે, હજુ સુધી તેની સ્ટડીની સમીક્ષા કરવામાં આવી નથી.HS