આફત વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લાવનારું બજેટ: મોદી
નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. તેના પ્રત્યાઘાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ ૧૦૦ વર્ષની ભયાનક આફત વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લાવ્યો છે.
અર્થવ્યવસ્થાને મજબૂત કરવા ઉપરાંત આ બજેટ સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશે. તેમણે કહ્યું કે આ બજેટ વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓની નવી સંભાવનાઓથી ભરેલું છે. આનાથી ગ્રીન જાેબ્સનો વિસ્તાર પણ ખુલશે.
એમ પણ કહ્યું કે આ બજેટ વર્તમાન મુદ્દાઓને હલ કરે છે અને આપણા યુવાનો માટે મજબૂત ભવિષ્યની ખાતરી આપે છે. જે રીતે અમારું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તેનાથી અમારા આત્માને ભારતના લોકોની સેવા કરવાની શક્તિ મળી છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં પહેલીવાર પર્વતમાલા યોજના હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વ જેવા વિસ્તારો માટે શરૂ કરવામાં આવી રહી છે.
આ યોજના પર્વતો પર પરિવહનની આધુનિક વ્યવસ્થા ઊભી કરશે. તેને ધ્યાનમાં રાખીને પર્વતમાલા યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના પર્વતીય વિસ્તારોમાં પરિવહન અને કનેક્ટિવિટીને વેગ આપશે. તે આપણી સરહદો પરના ગામોને વધુ જીવંત બનાવશે. તેમણે કહ્યું કે ભારતની જનતાની આસ્થા, માતા ગંગાની સ્વચ્છતાની સાથે ખેડૂતોના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
આ પાંચ રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ગંગા કિનારે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. બજેટ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે કોરોના દરમિયાન અમારી સરકારે એમએસએમઈ ને ટેકો આપવા અને મદદ કરવા માટે ઘણા ર્નિણયો લીધા હતા.
હવે ક્રેડિટ ગેરંટી વધારીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને આ બજેટમાં ઘણી નવી પહેલોની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક કલાકોથી હું જાેઈ રહ્યો છું કે જે રીતે આ બજેટનું દરેક ક્ષેત્રમાં સ્વાગત કરવામાં આવ્યું છે, સામાન્ય માનવીઓ તરફથી જે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે તેનાથી લોકોની સેવા કરવાનો અમારો ઉત્સાહ અનેકગણો વધી ગયો છે.
તે જ સમયે, તેમણે કહ્યું કે ગઈકાલે ભાજપે મને સવારે ૧૧ વાગ્યે બજેટ અને આર્ત્મનિભર ભારત વિષય પર વાત કરવા આમંત્રણ આપ્યું છે. આવતીકાલે ૧૧ વાગ્યે હું બજેટના આ વિષય પર વિગતવાર વાત કરીશ.SSS