બજેટમાં ગુજરાતને ભેટ: ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર સ્થપાશે
ગાંધીનગર, વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ સિટીમાં સ્થપાશે. આમ, ડોમેસ્ટિક રેગ્યુલેશન મુક્ત નવી યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં કાર્યરત થઇ શકશે.
ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે. ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે એ જણાવ્યું હતું કે, “આવક વેરામાં મુક્તિ ગિફ્ટ આઇએફએસસીમાં શિપ લિઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ, ઓફશોર ફંડ મેનેજમેન્ટ અને ઓફશોર બેંકિંગ પ્રવૃત્તિઓ જેવી વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.”
ભારત સરકાર સાયન્સ ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ-સ્ટેમને તેની શિક્ષણ પોલિસીમાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, ત્યારે ર્નિમલા સીતારમણે બજેટ ૨૦૨૨-૨૩ દરમિયાન ગાંધીનગરમાં ફિનટેક, સાયન્સ, ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રે નવી યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં સ્થપાશે એવી જાહેરાત કરી છે, જેને પગલે ફિનટેક અને સાયન્સ ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવશે.
કેન્દ્રીય નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે જાહેરાત કરી હતી કે ઇન્ટરનેશનલ જુરિસ્ડિક્શનમાં આવતા કેટલાક વિવાદનો સમયસર ઉકેલ લાવવા ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બિટેશન સેન્ટર શરૂ કરાશે, જેને પગલે ગિફ્ટ સિટીના આઇએફએસસીમાં સ્થપાયેલી કંપનીઓ સાથે જાે કોઇ વિવાદ થાય તો આ ઓથોરીટિની મદદથી ઝડપી વિવાદ ઉકેલ આવી શકે છે.
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે એ બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “આજના કેન્દ્રિય બજેટમાં કરાયેલી જાહેરાતો ગિફ્ટ આઇએફએસસી ખાતે નિયમનકારી ઇકોસિસ્ટમને સક્રિય કરવા પ્રત્યે નાણા મંત્રાલયની કટીબદ્ધતાને પ્રદર્શિત કરે છે, જેની દેશની આર્થિક વૃદ્ધિ ઉપર બહુવિધ અસરો જાેવા મળશે.
કોઇપણ પ્રકારના પ્રાદેશિક નિયમન વિના વિશ્વ-સ્તરિય યુનિવર્સિટીઝની સ્થાપનાથી ફાઇનાન્સિયલ સર્વિસિસ ક્ષેત્રે કુશળ માનવબળની ઉપલબ્ધતા સરળ બનશે. ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર ગિફ્ટ આઇએફએસસી ખાતે તકરાર નિવારણને મજબૂત કરશે તથા ગિફ્ટ ખાતે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપશે.”
ગિફ્ટ સિટી આઇએફએસસી ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપેશ શાહે જણાવ્યું હતું કે નાણામંત્રીએ કરેલી જાહેરાતને પગલે ફિનટેક ક્ષેત્રે મોટી જાણીતી ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી આવશે તો દેશમાં ઊભરતા ટેક્નોલોજી અને ફાઇનાન્સના સમન્વયને લગતા અભ્યાસક્ષેત્રે ફાયદો થશે, સાથે આર્બિટેશન સેન્ટરને પગલે કામગીરી અટકી પડવાને પગલે જે-તે વિવાદ કે નવી બાબત આવે તો એનો ઓથોરિટીથી ઉકેલ આવી શકશે. ઇન્ટરનેશલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે.HS