એક સમયે ૨૪ કલાક ધમધમતી મિલો હવે અઠવાડિયે ત્રણ દિવસ બંધ રહે છે
સુરત, સુરતમાં કાપડની માંગની અછતના કારણે મિલ માલિકો સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલ બંધ રાખવાની ફરજ પડી છે. કોલસાના ભાવમાં વધારો અને લગ્નસરાની સિઝન હોવા છતાં કાપડની ડિમાન્ડ ઓછી જાેવા મળી છે. દિવાળીના ૧૫ દિવસ પહેલાં જે પરિસ્થિતિ આ ઉદ્યોગમાં હતી તે જ પરિસ્થિતિ હાલ છે.
જેમાં સૌથી મોટું ફેક્ટર કેમિકલના ભાવમાં વધારો છે. મિલમાલિકો પણ ઓછા લોસમાં ઈન્ડસ્ટ્રી ચાલે તે માટે કાર્યરત છે. પણ હાલ સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલો બંધ રાખવામાં આવે છે. અથવા તો કેટલાક મિલમાલિકો છ દિવસમાં ૧૨ કલાકની મિલ બંધ રાખતા હોય છે. કેટલી ડિમાન્ડ છે તે આધારે મિલિ બંધ રાખવામાં આવી રહી છે. ૨૪ કલાક સુરતમાં કાર્યરત રહેતી મિલો કેમિકલ સહિત કોલસાના ભાવમાં વધારો અને લગ્નસરાની સિઝન હોવા છતાં કાપડની ડિમાન્ડમાં અછતના કારણે મિલમાલિકો સપ્તાહમાં ત્રણથી બે દિવસ મિલ બંધ રાખવા ફરજ પડી છે.
દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએેશન એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું કે, દિવાળીના ૧૫ દિવસ પહેલા જે પરિસ્થિતિ આ ઉદ્યોગમાં હતી તે જ પરિસ્થિતિ હાલ પણ છે. જેની પાછળ ત્રણ મુખ્ય કારણ છે. એક એ કે, જીએસટીના રેટમાં વધારો કરવા માટે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતુ.
બીજી બાબત છે કે કોલસા અને ઇનપુટ કોસ્ટમાં વધારો નોંધાયો હતો. સાથોસાથ લિગ્નાઇટના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. ત્રીજું કારણ એ કે યુપી અને પંજાબમાં ઇલેક્શન છે તેના કારણે ડિમાન્ડમાં અછત સર્જાઈ છે.HS