ખેતીના કામમાં આધુનિક ટેકનોલોજીના સંદર્ભમાં પ્રશિક્ષિત ‘મેનપાવર’ નો ઉપયોગ કરવા માંગ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, આધુનિક ટેકનોલોજીનો વપરાશ અને વ્યાપ વધે તે આવશ્યક છે. પરંતુ તેનો ઉપયોગ કરનાર યોગ્ય કામ ન કરે તો તેની અવળી અસર જાેવા મળતી હોય છે. ખેતીક્ષેત્રે આધુનિક ટેેકનોલોજીનો ઉપયોગ થાય છે. હવે ડ્રોન મારફતે પાક મૂલ્યાંકન, ભૂમિ રેકોર્ડ, જંતુનાશક દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાનાર છે. જાે કે તેનો ઉપયોગ કઈ રીતે થાય છે તેનો અંદાજ ઝડપથી આવી જશે.
દરમ્યાનમાં આ સંદર્ભમાં કિસાન-સંઘના અગ્રણી અંબુભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થવો જાેઈએ. પરંતુ કોઈપણ કામ માટે પ્રશિક્ષિત માણસોનો ઉપયોગ થવો જાેઈએ. થોડા સમય પહેલાં જમીન માપણીના કામમાં ભારે ગરબડ થવાને કારણે ખેડૂતોમાં ઉહાપોહ થયો હતો. એક કંપનીને કામગીરી સોંપાઈ હતી. પરંતુ તે કંપનીના માણસો યોગ્ય તાલીમ પામેલા નહીં હોવાથી સર્વે નંબર બદલાયાની બૂમ ઉઠી હતી.
યોગ્ય ટ્રેનિંગના અભાવેને લીધે કેટલુ નુકશાન થાય છે તે ખેડૂતોએ જાેયુ છે. તેથી આધુનિક ટેકનોલોજીનો જયારે પણ ઉપયોગ થાય છે ત્યારે મેનપાવર’ પ્રશિક્ષિત હોવા જાેઈએ. જેથી કરીને કોઈ ડખ્ખા થાય નહી. આમ, તો વનવિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર ખેતી વિસ્તારને જાણવા ૩૦-૪૦ વર્ષના અંતરે જમીન માપણીની કામગીરી થતી હોય છે. પરંતુ ભૂતકાળનો અનુભવ કડવો થયો હોવાથી તાલીમ પામેલા વ્યક્તિઓનેે કામગીરી સોંપાય એ આવશ્યક છે.