હર ઘર નલ સે જલ યોજના માટે રૂ. ૬૦ હજાર કરોડની ફાળવણીઃ ૩.૮ કરોડ ઘરોને આવરી લેવાશે

પ્રતિકાત્મક
(માહિતી)નવી દિલ્હી, સંસદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩ રજૂ કરતા, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી, ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે હર ઘર નલ સે જલ યોજના હેઠળ, ૨૦૨૨-૨૩માં ૩.૮ કરોડ પરિવારોને આવરી લેવા માટે રૂ. ૬૦ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે.
નાણામંત્રીએ કહ્યું કે ૨૦૧૪થી સરકારનું ધ્યાન નાગરિકોના સશક્તિકરણ પર છે, ખાસ કરીને ગરીબો અને દલિત લોકો માટે ઘણાં પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં ઘર, વીજળી, રાંધણગેસ, પાણી આપવાના કાર્યક્રમો સામેલ હતા. વધુ વિગતો આપતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં ૮.૭ કરોડ પરિવારોને ‘હર ઘર, નલ સે જલ’ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેમાંથી ૫.૫ કરોડ પરિવારોને છેલ્લા બે વર્ષમાં નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે.
ર્નિમલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ગ્રામીણ અને શહેરી એમ બંને રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઓળખાયેલા પાત્ર લાભાર્થીઓ માટે ૮૦ લાખ મકાનોના નિર્માણ માટે રૂ.૪૮ હજાર કરોડની ફાળવણીની પણ જાહેરાત કરી હતી.
કેન્દ્ર સરકાર શહેરી વિસ્તારોમાં મધ્યમ વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે પરવડે તેવા આવાસને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારની જમીન અને બાંધકામ મંજૂરીઓ માટે લાગતો સમય ઘટાડવા માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે. મધ્યસ્થીનો ખર્ચ ઘટાડીને મૂડી એકત્ર કરવા માટે સરકાર નાણાકીય ક્ષેત્રના નિયમનકારો સાથે કામ કરશે.
નવા વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ નાણામંત્રી ઉત્તર સરહદે આવેલા ગામોને આવરી લેશે. ર્નિમલા સીતારમણે કહ્યું, “સીમાવર્તી ગામો, જ્યાં વસ્તી ખૂબ જ ઓછી છે, તેમની કનેક્ટિવિટી અને મૂળભૂત સુવિધાઓ પણ ખૂબ મર્યાદિત છે, વિકાસના લાભોથી વંચિત છે. આ નવા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ઉત્તરીય સરહદના સમાન ગામને લાવવામાં આવશે.
અહીંની પ્રવૃત્તિઓમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, આવાસ, પ્રવાસન કેન્દ્રોનું નિર્માણ, માર્ગ જાેડાણ, વિકેન્દ્રિત નવીનીકરણીય ઊર્જાની જાેગવાઈ, દૂરદર્શન અને શિક્ષણ ચેનલો માટે ‘ડાયરેક્ટ ટુ હોમ એક્સેસ’ની જાેગવાઈ અને આજીવિકા નિર્માણ માટે સહાયનો સમાવેશ થશે. આ પ્રવૃત્તિઓ માટે વધારાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલની યોજનાઓને એકમાં મર્જ કરવામાં આવશે. અમે તેમના પરિણામોનું વિશ્લેષણ કરીશું અને તેમનું સતત નિરીક્ષણ કરીશું.