જંબુસરના જાગૃત નાગરિકો દ્વારા પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે પ્રાંત અધિકારીને લેખીતમાં અપીલ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર શહેર જાગૃત નાગરિક અને માજી સદસ્ય ઈસુબખાન પઠાણ દ્વારા નાયબ કલેકટરને સીઆરપીસીની કલમ ૧૩૩ મુજબ ન્યુસન્સ દુર કરવા લેખિત આપવામાં આવ્યું.
લેખિતમાં જણાવ્યું છે કે ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી પાલિકાની છે.તેમ છતાંય જંબુસર શહેરના નાગરિકોને સુવિધાઓ આપવામાં પાલિકા નિષ્ફળ નીવડેલ છે.
હાલ સમગ્ર જંબુસર શહેરમાં કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગટર પાણી રસ્તા સાફ સફાઈ તેમજ લાઈટોની સુવિધા શહેરના નાગરિકોને આપવામાં આવતી નથી પાલિકા દ્વારા શહેરના નાગરિકો પાસેથી વાર્ષિક લાખો રૂપિયા ઉપરાંતનો સફાઈવેરો વસુલાત કરવા કરે છે.પરંતુ યોગ્ય સાફ સફાઇ કરવામાં આવતી નથી
તથા શહેરમાં રખડતાં કૂતરાં તેમજ અન્ય જાનવરો નાગરીકોને વારંવાર ઇજાઓ નુકશાન પહોંચાડે છે.એસટી ડેપોથી ટંકારી ભાગોળ ડાભા ચોકડી સુધી પ્લાઝા સર્કલ સુધીના વિસ્તારોમાં ચોમાસાને લઈ રોડ રસ્તા તદ્દન બિસ્માર હાલતમાં છે.રસ્તાઓ તુટેલા તેમજ સાંકડા હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર છે.
રોડ ઉપર રેતી ઇંટોના ઢગલા ઓનો ખડકલો લાગેલ હોય જેમ તેમ વાહનો પાર્કીંગ હોવાને કારણે અકસ્માતોના બનાવો બનતા હોય છે.જંબુસર નગરપાલિકા જાહેરહીતની ફરજાે નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડેલ છે.મોટા પ્રમાણમાં બાંધકામો થાય છે અને તે માટે વપરાતા માલસામાન રસ્તાઓ ઉપર ડમ્પ કરી બાંધકામ કરે છે.
ગુજરાત મ્યુનિસિપલ એક્ટ અને ગુજરાત ટાઉન પ્લાનિંગ અર્બન ડેવલપમેન્ટ એક્ટની જાેગવાઈનું સ્પષ્ટ પણે ઉલ્લંઘન કરે છે.
જે જાેવાની જવાબદારી નગરપાલિકાની છે.આવા ગેરકાયદેસર કૃત્યો વિરૂદ્ધ કાર્યવાહી કરે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા ઘણા સમયથી છે સદર કામગીરીને લઈ આક્રોશ જાેવા મળી રહેલ છે તેમ જણાવી સીઆરપીસી કલમ એક સો તેત્રીસ મુજબ શહેરના જાગૃત નાગરિકો દ્વારા નાયબ કલેકટરને અપીલ કરવામાં આવી છે.