જો તમારા બિલ્ડીંગમાં પાર્કિગની પૂરતી સુવિધા નહિં હોય તો, BU પરમિશન રદ કરવા પોલિસ લેખિતમાં અરજી કરશે
પાર્કિંગની સ્પેસ વિનાની ર૦૦ ઈમારતોને ટ્રાફિક પોલીસે નોટીસ ફટકારી-બીયુ પરમિશન રદ કરવા પોલિસ કોર્પોરેશનમાં લેખિતમાં રજૂઆત કરશે.
કેટલાંક કોમર્શિયલ અને રેસીડેન્સીયલ બિલ્ડીંગોમાં પૂરતા પાર્કિગના અભાવને કારણે લોકો રોડ પર જ વાહનો પાર્ક કરે છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. -જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ ક્લાસો, મોલ્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને દુકાનો વગેરેનો સમાવેશ થાય છે.
(એજન્સી) અમદાવાદ, વર્ષ ર૦૧૮માં એ સમયના મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમારે સ્પષ્ટ કર્યુ હતુ કે કોઈપણ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં મુલાકાતીઓ આવે તો તેમના વાહનો પાર્ક કરવા માટે જે તે ઈમારતના ડેઝિગ્નેટેડ પાર્કિંગ સ્પેસ રાખવાની રહેશે.
જાે કે આટલા સમયમાં આ મુદ્દેે થોડીઘણી જે કાર્યવાહી થવા પામી છે અને તેના કારણે આવા કોમ્પ્લેક્ષ કે બિલ્ડીંગમાં કામ માટે જતાં મુલાકાતીઓ-નાગરીકોએ ભારે દંડ ચુકવવાનો વારો આવ્યો છે.
જાે કે હવે શહેરના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ મુદ્દો ફરીથી હાથ પર લેવામાં આવ્યો છે. અને જેમણે ડેઝિગ્નેટેડ પાર્કિંગ પ્લેસ રાખ્યા નથી એવી શહેરની ર૦૦ જેટલી ઈમારતોને નોટીસ ફટકારી છે.
જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ ક્લાસો, મોલ્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને દુકાનો વગેરેનો સમાવેશ થાય છે. ટ્રાફિક પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ૧૦ વર્ષમાં ઉભી થઈ હોય અને પાર્કિંગની સ્પેસ ડેઝીગ્નેટેડ ન કરી હોય એવી ઈમારતો હાલ નોટીસ પાઠવવામાં આવી છે.
નોંધનીય છે કે શહેરમાં ૧૪ ટ્રાફિક પોલીસ સ્ટેશનો આવેલા છે. ટ્રાફિક પોલીસના સીનિયર અધિકારીનું કહેવુ છે કે વાહન ચાલકોને નડતરરૂપ બનતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અથવા તો કોમ્પ્લેક્ષમાં આવતા મુલાકાતીઓની સમસ્યા દૂર કરવા અમે દરેક ટ્રાફિક પોલીસ સ્ટેશનને લક્ષ્યાંક આપ્યો છે કે તેઓ તેમના વિસ્તારમાં આવેલી એવી ૧૦ ઈમારતોને નોટીસ મોકલે કે જેમણે પાર્કિંગમાં દુકાનો બનાવી હોય અથવા તો પાર્કિંક સ્પેેસ જ ન હોય.
આ મામલે જે નિયમો છે એ મુજબ અને હાલ રોડ સેફટી કાઉન્સીલના ચેરમેન અને પોલીસ કમિશ્નર સંજીવ શ્રીવાસ્તવ જાેડે સતા છે કે તેઓ પાર્કિંગ વિનાની અથવા તો ગરેકાયદેસર રીતે પાર્કિંગમાં દુકાનો ખડકી દેનારા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ કે ઈમારતોને રૂા.રપ હજાર સુધીનો દંડ કરી શકે છે. ટ્રાફિક પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર હાલ જે વિસ્તારોેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
એમાં એસજી. હાઈવે, સીજી રોડ, સ્ટેડીયમ, કોર્પોરેટ રોડ, ઘાટલોડીયા, સોલા, વસ્ત્રાપુર અને નરોડાનો સમાવેશ થાય છે. આવી ઈમારતોને નોટીસ પાઠવ્યા બાદ પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિતમાં જાણ કરીને ગેરરીતિ કરનારી ઈમારતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું સુચન કરવામાું આવશે. તે ઉપરાંત આવી ઈમારતોના બી યુ પરમિશનને રદ કરવાનુૃ પણ કહેવામાં આવ્યુ છે.