Western Times News

Gujarati News

કેવડિયાનું નામ બદલવાના સરકારના નિર્ણય સામે સ્થાનિક લોકોનો ભારે વિરોધ

પંચાયતનો ઠરાવ માત્ર રેલવે સ્ટેશનનું નામ એકતા નગર કરવાનો હતો -કેવડિયા વિસ્તારમાં સાઈન બોર્ડમા એકતા નગર નામના પરિપત્ર સામે કોઠી કેવડિયા ગ્રૂપ ગ્રામપંચાયતે પણ ઠરાવ જાહેર કર્યો

ગરૂડેશ્વર, રાજપીપળા, કેવડિયાના નવા નામકરણ એકતા નગરને ગ્રહણ લાગ્યું છે. કેવડિયાનું એકતા નગર નામકરણ કરવાનો સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી.ના પરિપત્રથી નવો વિવાદ ઉઠયો છે આ પરિપત્ર સામે કોઠી કેવડિયા ગ્રુપ ગ્રામપંચાયતે પણ ઠરાવ જાહેર કરી આંદોલનના શ્રી ગણેશ કરી દીધા છે.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટિ કેવડિયાના રેલ્વે સ્ટેશનનું નામ બદલીને એકતા નગર રેલવે સ્ટેશન નામકરણ તાજેતરમાં કરાયું હતું. જાેકે કેવડિયા રેલ્વે સ્ટેશનનું નામ બદલી એકતા નગર રેલ્વે સ્ટેશન કરવાનો ઠરાવ ૧ર/પ/ર૦ર૧ના રોજ કોઠી ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સર્વાનુમતે કરાયો હતો,

એટલે જ તંત્રએ એકતા નગર રેલ્વે સ્ટેશન નામકરણ કર્યું હતું. માત્ર એકતા નગર રેલવે સ્ટેશન માટે કોઠી (કેવડિયા) ગૃપ ગ્રામપંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ સરકારે હવે કેવડિયાનું નામ જ બદલી નાખવા માંગે છે જેનો ગામે ગામ વિરોધ ઉઠયો છે.

જાેકે કોઠી ગ્રુપ ગ્રામ પંયતે કરેલા ઠરાવમાં એક બાબતનો ચોખ્ખો ઉલ્લેખ કરાયો હતો કે, આ ઠરાવ ફકત કેવડિયા રેલવે સ્ટેશન પૂરતો જ છે, કેવડિયા ગામ, કેવડિયા કોલોની કે પછી ગ્રામ પંચાયતમાં આવતા અન્ય ગામોનું નામકરણ કરવા માટે કે પછી સમાવેશ કરવા માટે આ ઠરાવ લાગુ પડશે નહિ.

તો બીજી બાજુ ગુજરાત સરકારે માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર લખી એવો આદેશ કર્યો છે, કેવડિયાનું નામ એકતા નગર અને કેવડિયા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને એકતાનગર કર્યું છે તેથી વડોદરા ફોર-લેન રોડ અને રાજપીપળા અને અન્ય એપ્રોચ રૂટ પરના વિવિધ સાઈન અને હોડિંગ્સમાં આ રીતનો ફેરફાર કરવા.

સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી કેવડિયા નામ ચાલે છે. તમામ સ્થાનિકોના ઘરમાં ખેતરોમાં અને પ્રોપર્ટીમાં કેવડિયા નામ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.