મહિલા સાથે દુષ્કર્મ કરનાર કન્સ્ટ્રકશનનો સુપરવાઈઝર ઝડપાયો
રાલીઝ ઈન્ડિયા કંપનીના સંચાલકો દ્વારા ભોગ બનનાર મહિલા અને તેના પતિને સમગ્ર ઘટના ઉપર પડદો પાડી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું
(પ્રતિનિધિ) ભરૂચ, દહેજની રાલીઝ ઈન્ડિયા કંપની માં ચાલી રહેલ કન્સ્ટ્રકશન સાઈડ ઉપર એક પરપ્રાંતિય મહિલા કડિયા કામે ગઈ હતી.જ્યાં સિદ્ધિ કન્સ્ટ્રકશન કંપનીના સુપરવાઈઝરની તેની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.
તે ઉપરાંત ઘટના અંગે કોઈને જાણ ન કરે તે માટે તેના પતિની હત્યા કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.તેમજ તેને કંપની માંથી છુટો કરી દેવામાં આવશે તેવું દબાણ કરવામાં આવ્યું હતું.જે બાદ સ્થાનિક ગ્રામજનોને ઘટના ની જાણ થતાં કંપની ખાતે હલ્લો કરતા બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકે બળાત્કાર નો ગુનો નોંધાતા આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ રાવત ઈન્ડિયા કંપની માં કન્સ્ટ્રકશન સાઈડનું કામ ચાલી રહ્યું છે.જેનો કોન્ટ્રાક્ટ સિદ્ધિ કન્સ્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યો છે.તેમાં મૂળ રાજસ્થાનનો અને હાલ જાેલવા ગામ ની સેફરોન સીટી માં રહેતો રાકેશ ભગીરથ બરૂપાલ સુપરવાઇઝર નું કામ કરતો હતો.
તેને ગત તારીખ ૨૭ ના રોજ કંપનીમાં ચાલી રહેલ કન્સ્ટ્રકશન સાઈડ પર કડિયાકામ ની મજૂરી એ આવેલી એક મહિલાને તેને એક બેગ પોતાની કેબીનમાં મૂકી આવવા જણાવ્યું હતું.દરમ્યાન મહિલા તેની ઓફિસમાં મૂકવા ગઈ હતી.આ સમયે એકલતાનો લાભ ઉઠાવી સિદ્ધિ કન્સ્ટ્રકશન ના સુપરવાઈઝર રાકેશ ભગીરથ બરૂપાલ પાછળથી જઈ ઓફિસમાં પ્રવેશ કરી દરવાજાે બંધ કરી દીધો હતો.
ત્યાર બાદ તેને બળજબરીપૂર્વક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું મહિલાએ અનેક વિરોધ કરવા છતાંય તેને મહિલાને ભોગ બનાવી હતી.આ ઘટના આ અંગે કોઈને કહેતો રાત્રે નાઈટ સિક્યુરિટી નોકરી કરતા તેના પતીને મારી નાખવાની ધમકીઓ આપી હતી.
મહિલાએ આ સમગ્ર ઘટનાની સત્ય હકીકત તેના પતિને જણાવી હતી તેના પતિએ રાકેશને ફોન કરી ગેટ પર બોલાવ્યો હતો.જ્યાં તેમની વચ્ચે બોલાચાલી થતા રાકેશે તેને હેલ્મેટ થી માર માર્યો હતો.ભોગ બનનાર મહિલા તેને પતિને છોડાવવા વચ્ચે પડતાં તેને પણ ઈજાઓ પહોંચી હતી.
રાલીઝ ઈન્ડિયા કંપનીના સંચાલકો દ્વારા ભોગ બનનાર મહિલા અને તેના પતિને સમગ્ર ઘટના ઉપર પડદો પાડી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને દુષ્કર્મ આચરનારા સુપરવાઈઝર વિરુદ્ધ મહિલા ફરિયાદ ન આપે તે માટે ૧૦,૦૦૦ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી
અને એ જ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ માં નોકરી કરતા તેના પતિને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવી હતી.દહેજ ગામ ના સામાજીક આગેવાન દ્વારા કંપનીમાં રજૂઆત કર્યા બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારબાદ સામાજિક આગેવાન કિશોરસિંહ રાણા
અને ગામના આગેવાન દ્વારા સમગ્ર ઘટનાની સત્ય હકીકત પોલીસને જણાવી વાકેફ કર્યા બાદ પોલીસે તાબડતોબ દુષ્કર્મ આચરનાર શખ્સને દહેજના જાેલવા ગામે સેફરોન સીટી માં રહેતો રાકેશ ભગીરથ બરૂપાલ પોલીસે ઝડપી પાડી તેના વિરૂધ બળાત્કારનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.