મૈત્રી કરારથી રહેતી ઝઘડીયાની યુવતીની ગાડી પર પિયરીયાઓનો હુમલો

પ્રતિકાત્મક
હુમલાખોર પિતરાઈ ભાઈની કાર ડિવાઈડરમા અથડાઈ પલ્ટી મારી હતી- યુવતીએ તેના હુમલાખોર પિતરાઈ ભાઈઓ સહિત ૧૨ ઈસમો સામે ફરિયાદ નોંધાવી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડીયાના સુલતાનપુરા ખાતે રહેતી એક યુવતી અન્ય યુવક સાથે મૈત્રી કરારથી રહેવા જતા ઝઘડિયા પોલીસ મથકમાં જવાબ લખાવવા આવત તેના પિયર પક્ષના સંબંધીઓ દ્વારા હુમલો કરી મારી નાંખવાની કોશિશ કરતા કુલ ૧૨ જેટલા ઈસમો સામે યુવતીએ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડીયાના સુલતાનપુરા રાઠોડ ફળિયામાં રહેતા જગદીશભાઈ જીવરાજભાઈ પ્રજાપતિની દિકરી પુજાબેને ગત તા.૨૪ મીના રોજ ઘરેથી નીકળી જઇને આણંદ જિલ્લાના બીલપાડ ગામે રહેતા દિપકભાઈ ધર્મેશભાઈ ગોહિલ સાથે ભાગી જઈને મૈત્રી કરાર કર્યા હતા.
ત્યાર બાદ પુજાના પિતાએ ઝઘડીયા પોલીસમાં આ બાબતે જાણવા જાેગ ફરિયાદ આપી હતી.દરમ્યાન પિતાએ આપેલ ફરિયાદને અનુલક્ષીને પુજા તેના પતિ માનેલા દિપકભાઈ ગોહિલ સાથે ઝઘડીયા પોલીસ મથકે સ્ટેટમેન્ટ આપવા માટે તેના વકિલને લઈને ગતરોજ તા.૩૦ મીના રોજ આવી હતી.
દરમિયાન પુજાબેન ને તેના સંબંધીઓને મળવા ઝઘડીયા પોલીસ મથકે આવ્યા હતા.પુજાબેનના પિતાએ તેણીને મોબાઈલથી તેના પિતરાઈ ભાઈ ધર્મેશભાઈ ફુલસિંગભાઈ પ્રજાપતિ સાથે વાત કરાવી હતી.તે વખતે ધર્મેશભાઈએ તેને ધમકી આપી હતી.
પોલીસ મથકે સ્ટેટમેન્ટ આપ્યા બાદ પુજાબેન તેમના મૈત્રી કરારના મિત્ર તેમજ તેના એડવોકેટ સાથેની વ્યક્તિઓ સાથે ગાડીમાં બેસીને પરત જવા રવાના થયા હતા.ઝઘડીયાની ચોકડીથી આગળ જતા ત્રણ જેટલી ફોર વ્હિલ ગાડીઓએ પુજાની ગાડીનો પીછો કર્યો હતો અને પુજાબેનની ગાડીને ટક્કર મારી હુમલો કર્યો હતો
જેથી પુજાબેને આગળ ના કટ પરથી તેમની ગાડી વળાવડાવી પોલીસ મથકમાં જતા હતા.આ દરમ્યાન ટક્કર મારનાર ગાડી ડિવાઈડરમાં અથડાઈને પલટી મારી ગઈ હતી.આ ગાડીમાં પુજાબેનનો પિતરાઈ ભાઇ ધર્મેશભાઈ તેમજ બીજા ત્રણ માણસો હતા.
જ્યારે બીજી બે ફોર વ્હિલ ગાડીઓમાં પુજાના ફોઈનો દિકરો તેમજ બીજા કેટલાક માણસો બેઠેલા હતા.આ લોકો પુજાની ગાડી ઉભી રખાવવા બુમો પાડીને ગાળો બોલતા હતા અને ધમકી આપતા હતા.આ લોકોના હાથમાં ધારીયા તેમજ તલવાર જેવા સાધનો હોવાનું જણાતા પુજાબેન તેમની ગાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
આ ઘટના સંદર્ભે પુજાબેન પ્રજાપતિ રહે.સુલતાનપુરા ઝઘડીયા અને હાલ રહે.બીલપાડ જી.આણંદનાએ (૧) ધર્મેશભાઈ ફુલસિંગભાઈ પ્રજાપતિ રહે.ઓલપાડ, જિ.સુરત, (૨) દિપકભાઈ શૈલેશભાઈ પ્રજાપતિ રહે.ફાંટા તળાવ ભરૂચ તેમજ અન્ય ૧૦ જેટલા વણ ઓળખાયેલ ઈસમો વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.