દાણીલીમડામાં દેવીબેગ શોપીંગ મોલના 7 માં શો રૂમનું ઉદ્ઘાટન
છેલ્લાં ૨૦ વર્ષથી “બેગ”ના વ્યવસાય સાથે સંકળાયેલ “દેવીબેગ શોપીંગ મોલ પ્રા.લી” તેની વ્યવસાયિક સફળયાત્રામાં વધુ એક સોપાન હાંસલ કર્યું છે.
દાણીલીમડા વિસ્તારમાં તેનો સાતમો વિશાળ શો-રૂમ બીજા શબ્દોમાં કહીએ તો “વિશાળ મોલ”નો શુભારંભ કર્યાે છે. જેનું ભવ્ય ઉદ્ઘાટન સંસ્થાને મેનેજીંગ ડાયરેક્ટર શ્રી આશિષ શર્માનું હસ્તે કરવામાં આવ્યું હતું. કોલેજ-સ્કુલ-ટ્રાવેલીંગ-લેપટોપ સહિત તમામ પ્રકારની બેગ અહિંયા વિશાળ રેન્જમાં મળી શકશે.
અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં સાતમા શો રૂમના ઉદ્ઘાટન પ્રસંગે જમાલપુર-ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલા દરિયાપુર વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણ,
તસનીમ આલમ તીરમીઝી, રફીકભાઈ શેઠજી, સલીમભાઈ સાબુવાલા, જાફરભાઈ અજમેરી, સૈયદ રફીક રીયાઝબાપુ (લાલા ભાઈ), ફરહાન ફારૂકભાઈ કુરેશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેવી બેગ શોપીંગ મોલ પ્રા.લી.ના સાત શો રૂમ અમદાવાદમાં આવ્યા છે જેમાં મણીનગર, કુબેરનગર, બોપલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખોખરા તથા દાણીલીમડાનો સમાવેશ થાય છે.