સ્ટીમ એન્જિન અને તેના છુક છુકના અવાજનો આનંદ માણવો હોય તો આ સ્થળની મુલાકાત લો
અમદાવાદ ડિવિઝનમાં ફરી ગુંજી ઉઠ્યો છુક-છુકનો અવાજ અને સ્ટીમ એન્જિનની કિલકારી ભૂતકાળની યાદોને તાજી કરતો એક અદભૂત નજારો
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ સ્ટેશન, સાબરમતી સ્ટેશન તથા ડીઆરએમ ઑફિસમાં સચવાયેલા હેરિટેજ સ્ટીમ લોકોમોટિવ એન્જિનો જે એક સમયે ભારતીય રેલવેના પાટા પર શાસન કરતા હતા. આ એન્જિનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેમાં આકર્ષક રંગો, વાસ્તવિક સંચાલનની હુબહુ સ્મોક અને સાઉન્ડ સિસ્ટમ સાથે અને તેનું રીપેરીંગ કરી ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે
અમદાવાદ સ્ટેશન પર પ્રદર્શિત નેરોગેજ હેરિટેજ સ્ટીમ લોકો એન્જિન 587 W જે “અતીત ગૌરવ” ના નામે ઓળખાય છે, જે ઇંગ્લેન્ડમાં W. G. બંગાળ લિમિટેડ કોસ્ટલ એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા 1937માં બનાવવામાં આવ્યું હતું
સાબરમતી સ્ટેશન પર પ્રદર્શિત મીટરગેજ હેરિટેજ સ્ટીમ લોકો 3430 YG છે, જે “શાંતિદૂત” ના નામે ઓળખાય છે. જે 1963માં ટાટા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપની દ્વારા નિર્મિત સ્ટાન્ડર્ડ ફ્રેઈટ લોકો છે. જે 40 માઈલ પ્ર.ક.ની ઝડપે દોડતું હતું
ડીઆરએમ ઓફિસમાં પ્રદર્શિત નેરોગેજ હેરિટેજ સ્ટીમ લોકો 548 ZD છે જે “પ્રગતિ” ના નામે ઓળખાય છે.જેનું નિર્માંણ નિપ્પોન શરયો સેજોં કેશલ કંપની લિ. જાપાન દ્વારા 1957માં કરવામાં આવેલ
73મા પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી 2022) ની પૂર્વસંધ્યાએ, ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરુણ જૈનની ડિઝાયર અને ઈનવિઝન અનુસાર વરિષ્ઠ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, શ્રી અભિષેક કુમાર સિંહના માર્ગદર્શન હેઠળ, મિકેનિકલ વિભાગ,ડિવિઝનલદુર્ઘટના રાહત ટ્રેન કાંકરિયાના કર્મચારીઓ દ્વારા આ સંરક્ષિત હેરીટેજ સ્ટીમ એન્જીનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે
નવીનીકરણ પ્રવૃત્તિઓમાં સામેલ છે
· મોટા પ્રમાણમાં કાટ લાગેલ શીટ્સનું રીપેરીંગ કરવું અને સુંદર રંગ નિયોજન સાથે આકર્ષક પેઇન્ટિંગ કરવું
સ્ટીમ એન્જીનની વ્હીસલ અને ઓરિજીનલ કાર્ય પેટર્નની તર્જ પર સ્ટીમ એન્જીન વર્કિંગ સાઉન્ડ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન
· ઘાટ્ટા વરાળ/ધુમાડા જેવા દેખાતા સ્મોકને ઉત્સર્જીંત કરવા માટે ગ્લિસરીન આધારિત ડિવાઈસનું ઈન્સ્ટોલેશન.
· સાઉન્ડ અને સ્મોક સિસ્ટમને ટાઈમ-બેઝ્ડ ઓટોરન સિસ્ટમ સાથે એકીકૃત કરવું.
· અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર સવારે 09:00 થી 11:00 કલાક અને સાંજે 18:00 થી 23:00 કલાક સુધી પ્રતિ/કલાક 2 મિનિટ માટે સ્મોક અને સાઉન્ડ સિસ્ટમનું પ્રોગ્રામિંગ કરવામાં આવેલ છે.
· એજ પ્રમાણે ડીઆરએમ ઓફિસમાં સવારે 09:00 થી 10:00 ,બપોરે 12:30, 13:00, 13:30 સાંજે 17.00 અને 18:00 વાગે પ્રતિ/કલાક 2 મિનિટ માટે સ્મોક અને સાઉન્ડ સિસ્ટમનું પ્રોગ્રામિંગ કરવામાં આવેલ છે.
વિઝીટર્સ અને યાત્રીઓ હવે સ્ટીમ એન્જિનના આકર્ષણ, સાઈટ્સ અને સાઉન્ડનો આનંદ માણી શકશે કે જે ક્યારેક ભારતમાં એક સદીથી વધુ સમય સુધી શાસન કરતા હતા.