નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે ૫ અને ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પક્ષીઓની ગણતરી થશે
આ સમયગાળા દરમ્યાન નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી અને ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ની કલમ ૨૮ તથા ૩૩થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે.
આ બંને દિવસ દરમ્યાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનીક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.