Western Times News

Gujarati News

અમદાવાદમાં સિગ્નલ પર ભીખ માગતા બાળકોને શિક્ષિત કરવા પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે

અમદાવાદ, યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૨-૨૩નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઓનલાઇન વીડિયો-કોન્ફરસના માધ્યમથી રજૂ કર્યું હતું. આ બજેટમાં શહેરના વિવિધ રસ્તાઓ પર ભીખ માંગતા બાળકોને શિક્ષા આપવાના પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. જેથી આ બાળકો પણ શિક્ષિત થઈ શકે.

‘ભીક્ષા નહીં શિક્ષા’ અંતર્ગત સિગ્નલ સ્કૂલ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ તથા ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીની સંયુક્ત કામગીરીમાં પ્રોજેક્ટ શરૂ ઝ્ર. જેને ત્રણ ફેઝમાં કરવામાં આવશે. જેમાં ૬થી ૧૪ વર્ષના ભીખ માંગતા બાળકોને શિક્ષા તરફ વાળવામાં આવશે. વર્ગખંડને અનુરૂપ બસ તૈયાર કરીને તેમાં આ બાળકોને શિક્ષણ, પુસ્તકો, સ્કોલરશીપ જેવી યોજનાનો લાભ આપવામાં આવશે.

ફેઝ-૧માં શહેરના વિવિધ ચાર રસ્તા પર ૬ થી ૧૪ વર્ષની વય જૂથના ભીખ માંગતા બાળકોને ‘ભીક્ષા નહિ શિક્ષા’ તરફ વાળવા શાળાને અનુરૂપ ૮ મોટી બસની ડિઝાઈન તૈયાર કરી જે-તે સ્થળે શિક્ષણ આપવાની જાેગવાઈ દરેક બસમાં ૨-શિક્ષક અને ૧-હેલ્પરની વ્યવસ્થા બાળકોને શૈક્ષણિક કીટ, પાઠય પુસ્તક, એમ.ડી.એમ., સ્કોલરશીપ યોજનાઓનો લાભ બાળકોને એ.એમ.સી. આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચકાસણી બાળકો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સફળતા રીતે પૂર્ણ કરે ત્યાં સુધી તેમનું ટ્રેકીંગ ૨૦ જાહેર રસ્તા પરના ૧૩૯ વિદ્યાર્થીઓને ૮ બસના માધ્યમથી સિગ્નલ સ્કુલ કોન્સેપ્ટથી સફળતાપૂર્વક ૯.૩૦થી ૧૧.૩૦ સુધી શિક્ષણ જયારે ફેઝ-૨માં આ પ્રોજેક્ટના બીજા ચરણમાં કન્સ્ટ્રકશન સાઈટના બાળકોને આવરી લેવામાં આવશે અને ફેઝ-૩માં ‘ભીક્ષા નહીં શિક્ષા’ અંતર્ગત સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટના ત્રીજા ચરણમાં સ્લમ અને આંગણવાડીના બાળકોને આવરી લેવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.