૩૭૦મી કલમ હટ્યા બાદ કાશ્મીરમાં ૪૩૯ આતંકી મર્યા
નવી દિલ્હી, આર્ટિકલ ૩૭૦ હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને લઈને રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. સાથે તે પણ પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી કેટલા સુરક્ષાકર્મી આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે તેનો જવાબ આપ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યુ કે જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ હટ્યા બાદ કુલ ૪૩૯ આતંકીઓ માર્યા ગયા છે. સાથે આ ઘટનાઓમાં નાગરિકો અને સુરક્ષાદળોના પણ મૃત્યુ થયા છે. આ દરમિયાન ૯૮ નાગરિક અને ૧૦૯ સુરક્ષાકર્મી પણ શહીદ થયા છે.
આર્ટિકલ ૩૭૦ હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ ૫૪૧ આતંકવાદી ઘટનાઓ થઈ છે. આ પહેલાં રાજ્યસભામાં આતંકી સંગઠનો અને તે લોકોની જાણકારી આપવામાં આવી હતી, જેને ભારતમાં આતંકી તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું કે, ભારતમાં કુલ ૪૨ સંગઠનો એવા છે, જેને આતંકી સંગઠન તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે. તો ૩૧ એવા લોકો છે, જેને યૂએપીએ હેઠળ આતંકવાદી તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે.SSS