રાજકોટમાં ૧૦૦ ઈલેક્ટ્રિક બસ માટે ચાર્જ સ્ટેશન બનશે
રાજકોટ, રાજકોટ મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાહતની વાત એ છે કે કોઈ નવા કરવેરા આ બજેટમાં નથી વધારવામાં આવ્યા. સ્ટેન્ડિંગ કમિટીના સમક્ષ મ્યુનિસિપલ કમિશનરે આ બજેટ રજૂ કર્યું. સ્કૂટર લોડિંગ રીક્ષા, મીની ટ્રક, ફોર વહીલર લોડિંગ ટેમ્પો, ઓટો રીક્ષા માટે ૨.૫ ટકા આજીવન વાહન વેરો રહેશે.
જેમાં ૩ લાખ ૯૯ હજારથી વધુના વાહનો માટે ૨ ટકા લેખે વેરો પ્રસ્તાવિત છે. જ્યારે ૨૫ લાખથી વધુના વાહનો માટે ચાર ટકા વેરો પ્રસ્તાવિત છે. ૫૦ લાખથી વધુના વાહનો માટે પાંચ ટકા લેખે વાહન વેરો પ્રસ્તાવિક કરાયો છે .રાજકોટમાં ૧૦ નવા બાગ બગીચા બનવવામાં આવશે,,શહેરમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ થશે. સાથે જ ૩ નવા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.
મુંજકા અને માધાપર ખાતે આરોગ્ય કેન્દ્ર બનશે. જ્યારે કોઠારીયા વિસ્તારમાં ૨૪ કલાક ધમધમતું હેલ્થ સેન્ટર બનશે. ૧૦૦ ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જ સ્ટેશન બનશે.
૫૦ બસ માટે પ્રાથમિક રૂપથી કાર્યરત થશે. પી ડી મલાવીયા ફાટક ઉપર નવા બ્રિજ ની દરખાસ્ત મુકવામાં આવી છે.. તો જામનગર રોડ પર પણ બ્રિજ બનશે.SSS