વર્લ્ડ ક્લાસ વિદેશી યુનિ.ઓને ગિફ્ટ સિટીમાં મંજૂરી મળશે
ગાંધીનગર, વિદેશમાં હોવ તેવી ફિલિંગ અપાવતા ગિફ્ટ સિટીમાં હવે વિદેશી યુનિવર્સિટીઓને પણ મંજૂરી આપવામાં આવશે. આ વિદેશી યુનિવર્સિટીઓને સ્થાનિક રેગ્યુલેશન લાગુ નહીં પડે અને ફાઈનાન્શિયલ સર્વિસીઝ ક્ષેત્રે સ્કિલ્ડ મેનપાવર ઉપલબ્ધ કરાવવામાં આપણ મદદરૂપ કરવામાં આવશે. અહીં ઈન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર પણ ઉભું કરવામાં આવશે અને તે જ્યુરિડિક્શન હેઠળના વિવાદોનું ઝડપી સેટલમેન્ટ કરશે.
નાણામંત્રી ર્નિમલા સીતારામણે બજેટમાં આ જાહેરાત કરી હતી. આ સેન્ટર સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના લંડન કોમર્શિયલ ઓર્બિટ્રેશન સેન્ટર જેવું રહેશે. ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ-આઈએફએસસી દેશનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર છે. નાણાંમંત્રીએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ વિદેશી યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યુશન્સને તેમના સેન્ટર સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે.
ગિફ્ટ સિટીમાં નવી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે ત્યારે એજ્યુકેશન હબ બનશે ત્યારે પણ તેને એક અલગ ઓળખ મળશે. એટલે કે અહીં રોકાણકારો અને મોટી કંપનીઓના હેડક્વાર્ટરની સાથે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓ આવવાથી અહીં ભણનારા વિદ્યાર્થીઓને ભણતી વખતે તેમની ઈન્ટર્નશીપ સહિતના સમયમાં કંપનીઓના બહોળા અનુભવો પણ પ્રાપ્ત થઈ શકશે.
અહીં વર્લ્ડ ક્લાસ વિદેશી યુનિવર્સિટીઓમાં ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ, ફિનટેક, સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથમેટિક્સ જેવા વિષયોના કોર્ષ ભણાવાશે અને તેમને સ્થાનિક રેગ્યુલેશન્સ લાગુ નહી પડે.
આઈએફએસસીએ તેમાં અપવાદરુપ રહેશે. સીતારમણે કહ્યું હતું કે દેશમાં ફાઈનાન્શિયલ સર્વિસીઝ અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે જરુરી ઉચ્ચસ્તરીય માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવામાં તે મદરુપ બનશે. સસ્ટેનેબલ ફાઈનાન્સ અને ક્લાઈમેટ ફાઈનાન્સ માટે જરુરી ગ્લોબલ કેપિટલ માટે સર્વિસીઝ ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ રહેશે.
સર્વિસીઝ સેન્ટર ઓથોરિટીને વધુ પ્રમોટ કરવા માટે એનઆરઆઈને ઓફશોર બેંકિંગ યુનિટ દ્વારા ઈશ્યુ કરાતાઓફશોર ડેરિવટિવ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ કે ઓવર ધ કાઉન્ટર ડેરિવેટિવ્ઝમાંથી થતી આવકને કરમુક્ત કરી દેવાઈ છે. એ જ રીતે શિપના લીઝ પર મળતી રોયલ્ટી અને વ્યાજની આવકને પણ કરમુક્ત કરી દેવાઈ છે.SSS