“48% ઉપભોક્તાઓને ખાતરી છે કે, ઓમિક્રોનનો ડર તેમની નાણાકીય સુરક્ષાને અસર નહીં કરે”: સર્વે
આવશ્યક અને બિન-આવશ્યક એમ બંને કેટેગરીઓમાં ઘરગથ્થું ખર્ચમાં ઘટાડો થયો-– એક્સિસ માય ઇન્ડિયા – CSIનું તારણ
· સર્વેમાં સામેલ 10525થી વધારે લોકોમાં 70% ગ્રામીણ ભારતનાં છે, તો30% શહેરી ભારતના છે
· દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં 53 ટકા લોકોના ઘરગથ્થું ખર્ચમાં વધારો થયો, જે ગયા મહિનાથી 6 ટકાના ઘટાડો છે
· 43 ટકા અને 10 ટકા પરિવારોના અનુક્રમે આવશ્યક અને વિવેકાધિન ખર્ચમાં વધારો થયો છે – છેલ્લાં 5 મહિનામાં સૌથી ઓછો વધારો
· સ્વાસ્થ્યલક્ષી ચીજવસ્તુઓ સાથે સંબંધિત ખર્ચ પર આંશિક ઘટાડો, નેટ સ્કોર -20, જે ગયા મહિને -23 હતો
· 89 ટકા પરિવારો માટે મોબિલિટી એકસમાન જળવાઈ રહી, ઓમિક્રોનના ડર હોવા છતાં તેમણે ટૂંકા વેકેશન, મોલ, રેસ્ટોરાં વગેરેની મુલાકાત લીધી
· 54 ટકા પરિવારો માટે મીડિયા ઉપભોગ એકસમાન જળવાઈ રહ્યો – છેલ્લાં પાંચ મહિનામાં સૌથી વધુ
· 41 ટકા સંમત છે કે, જાહેરાતો તેમની ખરીદીને પ્રભાવિત કરે છે
· 26 ટકા ટેલીવિઝન જોવાની સાથે ઇન્ટરનેટને સર્ફ કરે છે, જે મલ્ટિ-સ્ક્રીન અભિગમમાં વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે
· 67 ટકા માને છે કે, પુરુષોની સરખામણીમાં મહિલાઓ નાણાકીય/રોકાણના વ્યવસ્થાપનમાં વધારે સમજુ છે
· 41 ટકાને ઓનલાઇન એન્ટર થયેલી નાણાકીય/વ્યક્તિગત માહિતીની સુરક્ષાનો ડર છે
· 50 ટકા ફિટ જળવાઈ રહેવા સ્પોર્ટ્સ/કસરત કરે છે, જે ફિટ-ઇન્ડિયા મૂવમેન્ટના વધતા પ્રવાહને પ્રતિબિંબિત કરે છે
મુંબઈ, અગ્રણી કન્ઝ્યુમર ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ બહોળા મુદ્દાઓ પર ઉપભોક્તાઓના અભિગમના માસિક વિશ્લેષણને વ્યક્ત કરતા ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ)ના લેટેસ્ટ તારણો જાહેર કર્યા હતા. જાન્યુઆરી મહિનાના તારણોમાં ખુલાસો થયો છે કે,
સંપૂર્ણ ઘરગથ્થું ખર્ચમાં સર્વોચ્ચ ‘સમાન ઉપભોગ’નું સ્તર ગયા મહિનાને સમકક્ષ 33 ટકા જળવાઈ રહ્યું હતું. આવશ્યક ચીજવસ્તુઓની દ્રષ્ટિએ 43 ટકા પરિવારોના ખર્ચમાં વધારો થયો છે, તો બિનઆવશ્યક ચીજવસ્તુઓની દ્રષ્ટિએ 10 ટકા પરિવારોના ખર્ચમાં વધારો થયો છે.
જોકે આવશ્યક અને વિવેકાધિન એમ બંને પ્રકારના ખર્ચમાં છેલ્લાં પાંચ મહિનામાં સૌથી ઓછો વધારો જોવા મળ્યો છે. 48 ટકા પરિવારોને ખાતરી છે કે, કોવિડ-19ના નવા વેરિઅન્ટનો ડર હોવા છતાં તેમની નાણાકીય સ્થિતિ જળવાઈ રહેશે. છેલ્લે, ઓમિક્રોનનો ડર હોવા છતાં 89 ટકા લોકોએ ‘અગાઉની જેમ’ ટૂંકા વેકેશન, મોલ અને રેસ્ટોરાંની મુલાકાત લીધી હતી.
નેટ સીએસઆઇ સ્કોરની ગણતરી સેન્ટિમેન્ટમાં ટકાવારીમાં વધારામાંથી ઘટાડાની ટકાવારી બાદ કરીને થાય છે. ફેબ્રુઆરીમાં નેટ સીએસઆઇ સ્કોર ઘટીને +7 થયો હતો, જે છેલ્લાં +10 મહિનામાં ઓછો હતો, જે માટે છેલ્લાં 3 મહિનાથી આવશ્યક અને બિનઆવશ્યક એમ બંને કેટેગરીઓમાં ઘરગથ્થું ખર્ચમાં ઘટાડો જવાબદાર છે, જેમાં જાન્યુઆરીમાં ઓમિક્રોનના ડરે વધારે વેગ આપ્યો છે.
સેન્ટિમેન્ટ એનાલીસિસ 5 પ્રસ્તુત પેટાસૂચકાંકોમાં ઘટ્યું છે – સંપૂર્ણ ઘરગથ્થું ખર્ચ, આવશ્યક અને બિનઆવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ, હેલ્થકેર પર ખર્ચ અને મીડિયા ઉપભોગની આદતો અને મોબિલિટીના પ્રવાહો.
ચાલુ મહિને એક્સિસ માય ઇન્ડિયાનો સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ખરીદીના નિર્ણય પર જાહેરાતનો પ્રભાવ, ટેલીવિઝન અને મોબાઇલ ફોનને સમાંતર જોવાથી સમાંતર અભિગમ તથા હેલ્થ અને ફિટનેસ પ્રત્યે ઉપભોક્તાનો અભિગમ. સર્વેમાં નાણાકીય અભિગમના વિવિધ પાસાઓને સમજવા ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો,
જેમાં નાણાકીય/અંગત માહિતીની ઓનલાઇન વહેંચણી સાથે સંબંધિત શંકા, નાણાકીય સુરક્ષા પર ઓમિક્રોનની અસરની સંભવિતતા અને લિંગ આધારિત રોકાણ વ્યવસ્થાપનનની વિભાવના સામેલ છે.
સર્વે 36 રાજ્યોમાં 10525 લોકોની સેમ્પલ સાઇટ સાથે કમ્પ્યુટરની મદદથી ટેલીફોનિક ઇન્ટરવ્યૂ મારફતે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં 70 ટકા ઉત્તરદાતા ગ્રામીણ ભારતનાં તો 30 ટકા શહેરી ભારતનાં હતાં. ઉપરાંત 59 ટકા ઉત્તરદાતાઓ પુરુષો હતો, તો 41 ટકા ઉત્તરદાતાઓ મહિલાઓ હતી.
એક્સિસ માય ઇન્ડિયાના સીએમડી પ્રદીપ ગુપ્તાએ ફેબ્રુઆરીના રિપોર્ટ પર કહ્યું હતું કે, “સર્વે ઓમિક્રોનના ઉદય વચ્ચે સજ્જતા અને વિશ્વાસ સાથે ઉપભોક્તાની શંકાઓને પ્રતિંબિંબિત કરે છે. જ્યારે આવશ્યક, બિનઆવશ્યક અને આરોગ્ય સાથે સંબંધિત ખર્ચમાં વધારામાં ઘટાડો જોવા મળ્યો હતો,
ત્યારે સાથે સાથે ઉપભોક્તાઓએ ત્રીજી લહેરથી તેમની નાણાકીય સ્થિતિને અસર નહીં થાય એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ઉપભોક્તાની ઉપભોગની આદતોની માહિતી મેળવવાના અમારા પ્રયાસમાં અમે જાહેરાતથી પ્રભાવિત ખરીદીના નિર્ણયો માટે ટીવી અને ઓનલાઇન વચ્ચે સ્પર્ધાત્મકતાની સંભવિતતામાં વધારો જોયો હતો.
જોકે ટીવીથી વિપરીત ઓનલાઇન સ્પેસ એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ છે અને એટલે ઉપભોક્તાઓ ડેટાની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના પડકારોનો સામનો ધરાવે છે. સંપૂર્ણપણે જોઈએ તો સમગ્ર દેશનું સેન્ટિમેન્ટ ધીમે ધીમે અને તબક્કાવાર રીતે સામાન્ય થઈ રહ્યું છે તથા મીડિયા સ્પેસની અંદર વધારે તકો ઊભી થવાથી , એડવર્ટાઇઝર્સ અને માર્કટેર્સને લાભ થયો છે અને એટલે તેઓ કોઈ સ્પેસને બાકાત નહીં રાખે.”
મુખ્ય તારણો:
· 53 ટકા પરિવારો માટે સંપૂર્ણ ઘરગથ્થું ખર્ચમાં વધારો થયો છે, જે ગયા મહિનાથી 6 ટકાનો ઘટાડો સૂચવે છે. 33 ટકા પરિવારો માટે સંપૂર્ણ ખર્ચ એકસરખો જળવાઈ રહ્યો છે, જે છેલ્લાં પાંચ મહિનામાં સૌથી વધુ છે. નેટ સ્કોર ઘટીને +50થી +39 થયો છે.
· 43 ટકા પરિવારો માટે પર્સનલ કેર અને ઘરગથ્થું ચીજવસ્તુઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચમાં વધારો થયો છે, જે ભારતના ઉત્તર અને દક્ષિણના રાજ્યોમાં વધારો દર્શાવે છે. જોકે આ વધારો છેલ્લાં પાંચ મહિનામાં સૌથી ઓછો છે. દરમિયાન 33 ટકા પરિવારો માટે (ગયા મહિના જેટલા) ખર્ચ એકસરખો જળવાઈ રહ્યો છે. નેટ સ્કોર ગયા મહિને +26 હતો, જે આ મહિને +20 થયો છે.
· એસી, કાર, રેફ્રિજરેટર જેવા બિનઆવશ્યક અને વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ 10 ટકા પરિવારો માટે વધ્યો છે, જે છેલ્લાં 5 મહિનામાં સૌથી ઓછી ટકાવારીથી ઓછો છે. તેમ છતાં 83 ટકા પરિવારો માટે ખર્ચ એકસરખો જળવાઈ રહ્યો છે, જે ગયા મહિનાથી 5 ટકા વધારે છે. આ ભારતના પૂર્વ અને ઉત્તરના રાજ્યોમાં રહેતા લોકોના સેન્ટિમેન્ટને પ્રતિબિંબિત કરે છે. ગયા મહિને નેટ સ્કોર +6 હતો, જે ફેબ્રુઆરીમાં +3 છે.
· જ્યારે 44 ટકા પરિવારો માટે સ્વાસ્થ્ય-સંબંધિત ચીજવસ્તુઓ પર ઉપભોગ વધતા-ઓછા અંશે એકસરખો જળવાઈ રહ્યો છે, ત્યારે 38 ટકા પરિવારો વચ્ચે વધ્યો છે. ગયા મહિનાની સરખામણીમાં ‘સંવર્ધિત’ ઉપભોગ સૂચકાંકો સંપૂર્ણપણે 2 ટકા ઘટાડાનું પ્રતિનિધિત્વ કરે છે. હેલ્થ સ્કોર નકારાત્મક હોય તો સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ ઓછો દર્શાવે છે, જે વધારે સારું સેન્ટિમેન્ટ સૂચવે છે. તેનું નેટ સ્કોર મૂલ્ય -20 હતું, જે ગયા મહિને -23 હતું.
· 24 ટકા પરિવારો માટે ટીવી, ઇન્ટરનેટ અને રેડિયો જેવા મીડિયાના ઉપભોગમાં વધારો થયો છે, જે ગયા મહિનાને સમકક્ષ છે. 54 ટકા પરિવારો માટે ઉપભોગ એકસમાન જળવાઈ રહ્યો છે, જે છેલ્લાં પાંચ મહિનામાં સૌથી વધુ છે. આ ઉત્તર ભારતના 18થી 25 વર્ષની વયજૂથની આદતોનો પ્રતિબિંબિત કરે છે. સંપૂર્ણપણે આ મહિના માટે નેટ સ્કોર 2 છે, જે ગયા મહિના માટે 1 હતો.
· 89 ટકા પરિવારોએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંકા વેકેશન, મોલ અને રેસ્ટોરોની મુલાકાતે જાય છે. ગયા મહિને આ પ્રકારના પરિવારોનું પ્રમાણ 85 ટકા હતું. 89 ટકા પરિવારોના મતને પ્રતિબિંબિત કરતી આ ટકાવારી છેલ્લાં પાંચ મહિનામાં સૌથી વધુ છે. જોકે ફક્ત 4 ટકા પરિવારો માટે બહાર જવાની પ્રવૃત્તિઓણાં વધારો થયો છે. સંપૂર્ણ મોબિલિટી સ્કોર ગયા મહિના જેટલો -3 જળવાઈ રહ્યો છે.
વર્તમાન રાષ્ટ્રીય મુદ્દાના મુદ્દાઓ પર:
· એક્સિસ માય ઇન્ડિયાએ જાણકારી આપી હતી કે, જાહેરાત ઉપભોક્તાના ખરીદીના નિર્ણયને પ્રભાવિત કરે છે કે નહીં. અડધોઅડધ એટલે કે 41 ટકા સંમત છે કે, જાહેરાતો તેમને પ્રોત્સાહન આપે છે અને ખરીદી તરફ દોરી જાય છે. આ ઉત્તર ભારતના 18થી 35 વર્ષના ઉત્તરદાતાઓના અભિપ્રાયને પ્રતિબિંબિત કરે છે. જોકે 57 ટકા આ બાબત સાથે અસંમત છે.
· સમાતંર વ્યૂઇંગની આદતો પર ઉપભોક્તાના અભિપ્રાયનો તાગ મેળવતા આ સર્વેમાં જાણકારી મળી હતી કે, 26 ટકા લોકો ટેલીવિઝન જોવાની સાથે ઇન્ટરનેટ સર્ફ કરે છે. આ લોકો સ્માર્ટફોન, ટેબ્લેટ, કમ્પ્યુટર અને ટેલીવિઝન એમ એકથી વધારે સ્ક્રીન પર મૂવ થવાની સાથે કામગીરી પૂર્ણ કરવા વધારે સ્ક્રીનનો ઉપયોગ કરતાં હોવાનું સૂચવે છે. આ માહિતી/સમાચાર, મનોરંજન, જાહેરાતો વગેરે સાથે તેમને સાંકળી રાખવા માટે ઉપભોક્તાના ધ્યાન પર બંને માધ્યમો વચ્ચે ગળાકાપ સ્પર્ધાનો ખુલાસો કરે છે. 18થી 25 વર્ષની વયજૂથના મોટા ભાગના ઉત્તરદાતાઓમાં આ અભિગમ જોવા મળ્યો છે.
· સીએસઆઇ-સર્વેમાં વિવિધ પાસાંઓ સાથે ઉપભોક્તાના નાણાકીય સેન્ટિમેન્ટને ઝડપવામાં આવ્યું છે. નાણાકીય અને અંગત સુરક્ષાના સંબંધમાં 41 ટકા ઉત્તરદાતાઓને ઓનલાઇન આપવામાં આવતી માહિતી સુરક્ષિત હોવાની શંકા છે. ઉપરાંત 48 ટકા માને છે કે, વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન તેમની નાણાકીય સ્થિતિને અસર નહીં કરે.
· એક્સિસ માય ઇન્ડિયા સર્વે પુરુષ- મહિલા વચ્ચે કોણ નાણાકીય/રોકાણ સંબંધિત નિર્ણયોને સારી રીતે લે છે એના પર ઉપભોક્તાના અભિપ્રાયને સમજવા ઊંડું વિશ્લેષણ કરે છે. 67 ટકા લોકો માને છે કે, જ્યારે નાણાકીય/રોકાણના વ્યવસ્થાપનની વાત વાત આવે છે, ત્યારે પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે સમજુ છે. આ પશ્ચિમ ભારતના ઉત્તરદાતાઓનો અભિપ્રાય છે.
· છેલ્લે, એક્સિસ માય ઇન્ડિયાને એ જાણકારી આપવાની ખુશી છે કે, 50 ટકા ફિટ અને સ્વસ્થ રહેવા માટે સ્પોર્ટ્સ/કસરત તથા અન્ય આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. વર્ષ 2019માં પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રવ્યાપી સ્તરે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી હતી, જેનો આશય લોકોને તેમના રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમતમાં સાંકળવા, જેથી તેમને સ્વસ્થ અને ફિટ રહેવા પ્રોત્સાહન મળે.