ચીન અને પાક બોર્ડર પર જે થઈ રહ્યુ છે તે તો હજી ટ્રેલર જ છેઃ સેના પ્રમુખ નરવણેની ચેતવણી
નવી દિલ્હી, ભારતીય સેનાના ચીફ જનરલ નરવણેએ સૂચક નિવેદન આપતા કહ્યુ છે કે, પાકિસ્તાન અને ચીનની બોર્ડર પર આપણે હજી યુધ્ધનુ ટ્રેલર જ જોઈ રહ્યા છે.ઈન્ફર્મેશન ટેકનોલોજીના આ યુગમાં યુધ્ધ સાઈબર સ્પે્સ અને આઈટી નેટવર્ક થકી લડાઈ રહ્યુ છે અને તેના આધાર પર જ ભવિષ્યના યુધ્ધનુ મેદાન તૈયાર થશે.
એક ઓનલાઈન સેમિનારમાં તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન તેમજ ચીનના કારણે ઉભા થયેલા પડકારો વચ્ચે ભારત પોતાના વ્યૂહાત્મક લક્ષ્ય પ્રાપ્ત્ કરવા માટે પ્રયત્નો કરતુ રહેશે.ભવિષ્યમાં મોટા યુધ્ધની શક્યતાનો પણ ઈનકાર કરી શકાય તેમ નથી.જેના કારણે બોર્ડર પર સુરક્ષાદળોને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા જરુરી છે.
સેના પ્રમુખે ચીન અને પાકિસ્તાનનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે, પરમાણુ શક્તિથી સજ્જ પાડોશીઓ સાથે વિવાદિત સીમાઓ તથા પ્રોક્સી વોરને ધ્યાનમાં રાખીને ભારતીય સેના જે પણ સંસાંધનોની જરુરિયાત છે તેના પર કામ કરી રહી છે.ઈન્ફર્મેશેન ટેકનોલોજીના યુગમાં સાઈબર સ્પેસનો ઉપયોગ પણ ષડયંત્ર રચવા માટે કરાઈ રહ્યો છે.આ જ વાસ્તિવકતાના આધારે આપણે યુધ્ધની તૈયારી કરવી પડશે.
સેના પ્રમુખ નરવણેએ સેનાના ટોચના અધિકારીઓ સાથે એક બેઠક યોજીને સમીક્ષા કરી હતી.