Western Times News

Gujarati News

જે દાયકોઓથી નથી થયું તે અમે ૫ વર્ષમાં કર્યુંઃ આદિત્યનાથ

લખનૌ, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીઓ જનતાને રીઝવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે, તેમની પાર્ટીએ છેલ્લા પાંચ વર્ષમાં ઘણું કામ કર્યું છે.

ભાજપના પ્રચાર વિડીયોને બહાર પાડતા તેમણે કહ્યું કે, ૧૯૪૭ થી ૨૦૧૭ ની વચ્ચે ઉત્તર પ્રદેશ દેશમાં છઠ્ઠા કે સાતમા ક્રમે હતું, પરંતુ ભાજપ સરકારે અર્થવ્યવસ્થાને બીજા સ્થાને લઈ જવામાં મદદ કરી. તેમણે કહ્યું, “હું એ વાતને ઉજાગર કરવા માંગુ છું કે, જે દાયકાઓમાં નથી થઈ શક્યું તે માત્ર ૫ વર્ષમાં થઈ ગયું છે. આજે ભારતમાં યુપી બીજા ક્રમે છે.

ભાજપ સરકારે તેના તમામ મુખ્ય ઉદ્દેશ્યો હાંસલ કર્યા છે અને અત્યંત પ્રામાણિકતા સાથે લોકો પ્રત્યેની પોતાની ફરજ બજાવી હોવાનું જણાવતાં યોગી આદિત્યાનાથે વધુમાં કહ્યું હતું કે, “છેલ્લા બે વર્ષ માત્ર યુપી માટે જ નહીં, પરંતુ કોવિડ-૧૯ને કારણે સમગ્ર વિશ્વ માટે પડકારજનક રહ્યા છે. રોગચાળાને કારણે, આ ખતરો માત્ર જીવન માટે જ નહીં, પણ આજીવિકા માટે પણ હતો, પરંતુ હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું કે, તેમણે દેશનું નેતૃત્વ કરવા અને આ પડકારમાંથી બહાર લાવવા મદદ કરી “HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.