૪ ફેબ્રુઆરીએ વડાપ્રધાન વડાપ્રધાન મોદી ૫ જિલ્લાઓની જનતા સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે

લખનૌ, ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાના હવે થોડા દિવસો બચ્યા છે. ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ ચૂંટણી પ્રચાર માટે પૂરજાેશમાં છે. ચૂંટણીને લઈ ભાજપના મોટા નેતા રાજ્યમાં મોટા સ્તર પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા,મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ,ડેપ્યુટી મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્ય સહિત ઘણા અન્ય નેતાઓ બાદ હવે વડાપ્રધાન મોદી પણ ચૂંટણી પ્રચાર માટે ૪ ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશના ૫ જિલ્લાઓમાં વર્ચ્યુઅલ રેલી કરશે.
વડાપ્રધાન મોદી ૪ ફેબ્રુઆરીએ બપોર બાદ ઉત્તરપ્રદેશના ૫ જિલ્લાઓમાં વર્ચ્યુઅલ રેલી કરશે. અલીગઢ, નોઈડા, મેરઠ, ગાજિયાબાદ અને હરપુર જિલ્લામાં વડાપ્રધાન મોદીની રેલી રાજ્યના ૨૩ વિધાનસભા વિસ્તારોને કવર કરશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ ૧૨૨ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. જ્યાં લોકો માટે વડાપ્રધાનના સંબોધનને સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચૂંટણી પંચના ધોરણોમાં છૂટછાટ સાથે ભાજપ આ સ્થાનો પર એક લાખથી વધુ લોકોની વ્યક્તિગત ભાગીદારી જાેવાની અપેક્ષા રાખે છે. ત્યારે ભાજપ તમામ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી વડાપ્રધાનના આ સંબોધનનું પ્રસારણ પણ કરશે અને ઓછામાં ઓછા ૨૦ લાખથી વધારે ફૂટ ફોલની અપેક્ષા છે.
આ પહેલા ૩૧ જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ વિધાનસભા ચૂંટણીના પ્રથમ અને બીજા ચરણના મતદાન વાળા ૫ જિલ્લા માટે વર્ચ્યુઅલ રેલી કરી ઉત્તરપ્રદેશમાં ભાજપના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્ય સહિત મોટાભાગના નેતાઓએ ડોર ટુ ડોર અભિયાન હેઠળ પ્રચાર કરી રહ્યા છે.HS