Western Times News

Gujarati News

ચકલાસી જાદવપુરા પાટીયા નજીક વિદેશી દારૂની બોટલો નંગ ૪૪ ઝડપાઈ

(તસવીરઃ સાજીદ સૈયદ)  નડીયાદ, ચકલાસી જાદવપુરા પાટીયા નજીકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૪૪ કિ.રૂ.૨૨૦૦૦/- તથા સી.એન.જી. રીક્ષા કિ.રૂ. ૭૫૦૦૦/- તથા મોબાઇલ નંગ મળી કુલ રૂ. ૯૭૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ચકલાસી પોલીસ.

ખેડા નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવા ખાસ સુચના આપેલ હોય અને પ્રોહી-જુગારની પ્રવૃત્તી સાથે સંકળાયેલ બુટલેગર્સની પ્રવૃત્તી ઉપર સતત વોચ રાખી રેઇડો કરવા જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ હોય અને ના.પો.અધિ.સા શ્રી નડીયાદ વિભાગ નાઓએ તેમજ સર્કલ પો.ઇન્સ. ડાકોર સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ તા.૦૫/૧૦/૨૦૧૯ ના રોજ શ્રી.એચ.બી.ચૌહાણ સી.પો.સબ ઇન્સ. તથા અહેડકો હસમુખભાઇ રામજીભાઇ બ.નં. ૮૭૭ તથા તથા અ.પો.કો. મહેન્દ્સિહ માનસિંહ બ.નં. ૧૧૦૪ તથા અ.પો.કો મનુભાઇ રમેશભાઇ બ.નં. ૮૬૦ તથા અ.પો.કો સોહીલમહંમદ અમીરમીયા બ.નં. ૧૦૭૩ નાઅ સાથે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પો.કો. મનુભાઇ રમેશભાઇ નાઓને બાતમી મળેલ કે રામપુરામાં રહેતા કિરીટભાઇ ભુપતભાઇ વાઘેલાનાઓ સી.એન.જી. રીક્ષા નંબર જી.જે. ૦૭ વાય ઝેડ ૦૯૪૬ માં વિદેશી દારૂ ભરી જાદવપુરા જનાર છે. જે મળેલ બાતમી હકિકત આધારે વોચમાં રહી રીક્ષાને રોકી લીધેલ અને ચાલક હસમુખભાઇ પ્રભાતભાઇ વાઘેલા રહે. મોટા રામપુરા તથા પાછળ બે ઇસમો કીરીટભાઇ ભુપતભાઇ વાઘેલા તથા ખોડાભાઇ તખાભાઇ વાઘેલા રહે રામપુરા નાઓ ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલ નંગ ૪૪ કિ.રૂ. ૨૨૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૧ મળી આવેલ આ વિદેશીદારૂ દારૂ જયદીપ ઉર્ફે શંભુ કનુભાઇ વાઘેલા રહે. પંડિતનગર નાઓએ આપેલાનુ જણાવતા હોય જેથી ઉપરોકત તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પ્રોહ્ી કુલ મુદ્દામાલ કુલ રૂ. ૯૭૫૦૦/- નો કબજે કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.