Western Times News

Gujarati News

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુલ રૂ. ૬.૧૯ લાખના મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપ્યા

સુરેન્દ્રનગર, પાટડી તાલુકાના નવરંગપુરા પાસેથી વિદેશી દારૂની ૪૩૧ બોટલો સાથે કાર ઝડપાઇ હતી. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નવરંગપુરા વોટર પાર્ક પાસેથી કુલ રૂ. ૬.૧૯ લાખના મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપી પાડ્યા હતા.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. સહિતના પોલિસ સ્ટાફને ફુલકીથી પાટડી તરફ સફેદ કલરની કારમાં ચિક્કાર વિદેશી દારૂ ભરેલી કાર આવતી હોવાની સાથે એની આગળ કાળ?ા કલરના નંબર વગરના બાઇકમાં બે વ્યક્તિઓ પાયલોટીંગ કરીને આવતા હોવાની પાક્કી બાતમી મળી હતી.

જેના આધારે એલસીબી પોલિસ ટીમે પાટડી તાલુકાના નવરંગપુરા પાસેના વોટરપાર્ક પાસેથી મારૂતી સુઝુકી સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં. ય્ત્ન-૦૨-ડ્ઢત્ન-૭૬૪૦ મોટરસાયકલ સાથે બંને શખ્સોને ઝડપી પાડી ગાડીમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની મોટી બોટલો નંગ- ૨૮૮, કિંમત રૂ. ૫૪,૬૦૦ અને બિયર ટીન નંગ- ૧૪૬, કિંમત રૂ. ૧૪,૩૦૦ મળી કુલ રૂ. ૬૮,૯૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ દરોડામાં વિદેશી દારૂ સાથે મારુતિ સુઝુકી કાર કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ અને હિરો હોન્ડા કંપનીનું મોટરસાયકલ કિંમત રૂ. ૩૦,૦૦૦ અને મોબાઇલ નંગ- ૫, કિંમત રૂ. ૨૦,૫૦૦ મળી કુલ રૂ. ૬,૧૯,૪૦૦ના મુદામાલ સાથે મોટરસાયકલમાં પાયલોટીંગ કરતા બે આરોપીઓ હર્ષદભાઇ નાનુભાઇ પાટડીયા ( ઉ.વર્ષ- ૨૪, રહે- જરવલા તા. પાટડી ) અને રાજુભાઇ વજેસંગભાઇ વાઘેલા ( ઉ.વર્ષ- ૨૩, રહે- ઇન્દિરાનગર, પાટડી )ને પકડી પાડ્યાં હતા. જ્યારે પોલિસને જાેઇને ગાડીમાં સવાર અન્ય ત્રણ આરોપીઓ પોલિસને થાપ આપીને નાસી છુટવામાં સફળ થયા હતા.

આ કેસમાં પકડાયેલા આરોપીઓની સઘન પુછપરછમાં પકડાયેલા બંને આરોપીઓ અને લખાભાઇ જીવાભાઇ ઠાકોર ( રહે-પાટડી )વાળાએ આ વિદેશી દારૂનો જથ્થો જીતુભાઇ અને અન્ય બે ઇસમો આપવા આવ્યા હતા. પોલિસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છુટેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ કેસની વધુ તપાસ પોલિસ ફરીયાદના આધારે પાટડી પોલિસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા, એન.ડી.ચુડાસમા, દશરથસિંહ, દિલીપભાઇ, કુલદીપસિંહ, અનિરુદ્ધસિંહ સહિતનો પોલિસ સ્ટાફ દરોડામાં સાથે હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.