ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ: સિક્યુરિટી એડવાઈઝર

ઈસ્લામાબાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવની વચ્ચે પાકિસ્તાને ફરી શાંતિનો જાપ શરુ કર્યો છે. પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર મોઈદ યુસુફનુ કહેવુ છે કે, ભારત સાથે અમે તો શાંતિ જ ઈચ્છીએ છે પણ ભારત સરકારની વિચારધારાએ શાંતિ મંત્રણાના તમામ રસ્તા બંધ કરી દીધા છે.બંને દેશો વચ્ચે વાતચીતનો માહોલ સર્જવાની જવાબદારી ભારતની છે.
પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ જાહેર કરનારા મોઈદ યુસુફે એક ભારતીય અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ભારત આજે પણ પાકિસ્તાન માટે વાસ્તવિક ખતરો છે.પાકિસ્તાન તો ભારત સાથે શાંતિ ઈચ્છે છે પણ ભારતની સરકારની વિચારધારાએ તમામ રસ્તા બંધ કરી દીધા છે.
તેમણે કહ્યુ હતુ કે, અમે તો વારંવાર કહી ચુકયા છે કે, હવે બોલ ભારતની કોર્ટમાં છે.અમે તો આગળ વધવા માંગીએ છે પણ આ માટે ભારતે જરુરી માહોલ સર્જવો પડશે.બંનેએ સાથે બેસીને વચ્ચેનો રસ્તો શોધવાની જરુર છે.ભારત અમને કહે કે , કેવી રીતે આગળ વધવુ છે.SSS