વિરાટનગર ચાર રસ્તા પાસેથી ક્રાઈમ બ્રાંચે એકને તમંચો તથા કાર્ટીઝ સાથે ઝડપ્યો
અમદાવાદ : શહેરમાં હિંસક હથિયારો રાખવાના તેના સોદા પાડવાના કિસ્સા વારવાર બહાર આવી રહ્યા છે કેટલાક શખ્શો ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોમાંથી પિસ્તોલ તમેચા તથા કારતુસો લાવે છે તથા શહેરમાં કેટલાક ગુનાઈત પ્રવૃત્તિ ધરાવતા ઈસમોને વેચી મારતા હોય છે આવા શખ્શો ખાસ કરીને નારોલ વ†ાલ જુહાપુરા જેવા વિસ્તારોમાં વધુ સક્રીય છે જા કે પોલીસ તત્રની એજન્સીઓની આવા તત્વો ઉપર સતત નજર હોય છે જેના પગલે તક મળતાં આરોપીઓને હિંસક હથિયારો સાથે ઝડપી લેવામાં આવે છે આવા જ એક શખ્શો ગઈકાલે ક્રાઈમબ્રાચે તમંચો તથા કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે શહેર ક્રાઈમ બ્રાંચની ટીમો ગત રોજ પેટ્રોલિગમાં હતી એ સમયે એક ઈસમ સોનીની ચાલીથી વિરાટનગર ચાર રસ્તા થઈ ખોડિયારનગર સાથે જવાનો છે
તેની પાસે તમચો અને કાર્ટઝ હોવાની બાતમી મળી હતી જેના પગલે ક્રાઈમ બ્રાચની ટીમ વિરાટનગર ચાર રસ્તા પર ગોઠવાઈ જતા સાજે સવા ચાર વાગ્યાના સુમારે વર્ણન મુજબનો એક શખ્શ દેખાતા તેને કોર્ડન કરી ઝડપી લેવાયો હતો ઉપરાંત તલાસી લેતા તેની પાસેથી તંમચો તથા કાર્ટીઝ મળી આવ્યા હતા.
તેને ક્રાઈમબ્રાચની ઓફીસે લાવી સઘન પુછપરછ કરતા ચંદ્રેશ્વર ઉર્ફે પીકુ દલવીરસીગ ચોહાણ રહે ન્યુ હરીશચંદ્ર નગર સુમીન પાર્ક, વસ્ત્રાલ આ તમંચો પાચ વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશના નવારાગામ ખાતે રહેતા રામુ નામના શખ્શ પાસેથી લાવ્યો હતો એમ જણાવ્યુ છે જા કે ક્રાઈમ બ્રાંચ તેની વધુ તપાસ કરી રહી છે.