Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાનાં નવા કુલ ૭૬૦૬ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોનાનાં નવા ૭૬૦૬ નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૧,૧૧,૩૯૪ દર્દીઓ રિકવર થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૩.૭૫ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૩,૮૭,૬૪૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

બીજી તરફ જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૬૩૫૬૪ એક્ટિવ કેસ છે. જ્યારે ૨૬૬ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૧૧૧૩૯૪ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૫૭૯ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. તો આજે કોરોનાને કારણે કુલ ૩૪ નાગરિકોનાં મોત થયા છે.

ભાવનગરમાં ૧,પંચમહાલમાં ૧, વલસાડમાં ૧, જામનગર કોર્પોરેશન ૧, મોરબી ૧, ભાવનગર કોર્પોરેશન ૧, ભરૂચ ૩, ખેડા ૧, સુરત ૩, સુરત કોર્પોરેશન ૩, રાજકોટ કોર્પોરેશન ૨, ગાંધીનગર કોર્પોરેશન ૨, વડોદરા કોર્પોરેશન ૪ અને અમદાવાદ કોર્પોરેશન ૧૦ સહિત કુલ ૩૪ નાગરિકોનાં મોત થયા છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેરવર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૩૭ ને પ્રથમ, ૬૨૬ને બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૪૯૬૪ને પ્રથમ અને ૧૫૧૮૫ને બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૩૭૧૮ને પ્રથમ અને ૮૪૦૭૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૨૫૫૯૧ ને પ્રથમ અને ૧૯૮૭૪૪ ને બીજાે ડોઝ અપાો હતો. આ ઉપરાંત ૩૪૭૧૦ ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ ૩,૮૭,૬૪૫ ડોઝ અપાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.