વિરપુરના સ્ટેટ હાઈવેના મોટાભાગના વિજપોલ વાહનોના અકસ્માતમાં જમીનદોસ્ત

વર્ષોથી તુટી ગયેલા વિજપોલને રીપેર કરવા સ્થાનિક તંત્રની લાલીયાવાડી
(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર નગરમાં કરોળો રૂપિયામાં બનાવેલ સ્ટેટ હાઈવેના મોળ મોળ બે વર્ષ પુરા તો થયા છે ત્યારે સ્ટેટ હાઈવેના મોટાભાગના વિજલપોલ અકસ્માતમાં વાહનો દ્વારા ક્ષતીગ્રસ્ત થયા છે ત્યારે વિરપુર સ્થાનિક તંત્રને ક્ષતીગ્રસ્ત વિજપોલને રીપેર કરી અથવા એજ જગ્યા નવા વીજપોલ ઊભા કરવા સમય ના મળતો હોય તેવું દેખાય રહ્યું છે
ત્યારે વિજપોલ નું લાઈટ બંધ હાલતમાં રહેતા સ્થાનિક લોકોને રાત્રીના સમયે તેમજ રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ઉપરાંત રાત્રીના સમયે કોઈ પણ જાતનો અનીછનીય બનાવ બને જવાબદાર કોણ વિરપુર નગરમાં બે વર્ષ અગાઉ સ્ટેટ હાઈવેના બનાવવામાં આવ્યો હતો જેમાં સરૂઆતથી સ્ટેટ હાઈવેના વિજપોલ મુકવામાં આવ્યા છે
જેમાં વરધરાની અંબિકા સોસાયટીથી જૂના બસ સ્ટેશન સુધીના વિજપોલ અવાર નવાર ભારે વાહનોના અકસ્માતથી લગભગ પાંચ જેટલા વિજપોલ અકસ્માતમાં જમીનદોસ્ત થઈ ગયા છે
જેના કારણે રાત્રીના સમયે વાહન ચાલકો તેમજ રાહદારી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે આ જમીન દોસ્ત થયેલા વિજપોલને લઈને અવર નવર સ્થાનિક તંત્ર જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા નવીન વિજપોલ ઉભા કરવામાં આવતા નથી.
વિરપુર ગ્રામ પંચાયત તલાટી નરેશ પટેલના જણાવ્યા અનુસાર સ્ટેટ હાઇવે પર વિરપુર ની હદ મા ૪ સ્ટ્રીટ લાઈટ ના પોલ વાહન અકસ્માત મા તૂટી ગયેલ છે
તેની મરામત કરવા માટે વિરપુર ગ્રામપંચાયતમા જરૂરી વાહન અને સાધન સામગ્રી ન હોવાના કારણે પોલ ફરી ઉભા કરી શક્યા નથી પરંતુ હમારો પ્રયત્ન ચાલુ છે બહાર ગામથી કોઈ કોન્ટ્રાકટરનો સંપર્ક કરી ટુંક સમયમા તૂટી ગયેલા પોલ ઉભાકરી ફરીથી તે લાઈટ ચાલુ કરવામા આવશે.*